હવે ડીટુએચ ગ્રાહકો માટે એન્ડ્રોઇડ સેવા ઉપલબ્ધ
અમદાવાદ, પોતાના ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનુ ટીવી નિહાળવાનું પૂરું પાડવાના ઉદ્દેશ સાથે, ડીશ ટીવી ઇન્ડિયાની બ્રાન્ડ ડીટુએચ દ્વારા કનેક્ટેડ ડિવાઇસિસની નવી રેન્જ જે લોન્ચ કરાઇ છે. જેમાં ઇન્ટરનેટ સક્ષમ એન્ડ્રોઇડ આધારિત એલેક્સા બિલ્ટ-ઇન સ્ટિક સાથે એચડી સેટ ટોપ બોક્સ અને વોઇસનો સમાવેશ થાય છે. આ બે લોન્ચ ડીટીએચ ઉદ્યોગમાં ટેકનોલોજી ઇનોવેટર તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત કરે છે. ડીટુએચ સ્ટ્રીમ, જે એન્ડ્રોઇડ આધારિત એચડી સેટ ટોપ બોક્સ છે તે ગૂગલ દ્વારા અદ્યતન એન્ડ્રોઇડ ટીવી એન્ડ્રોઇડ ટીવીટીએમ ૯.૦ પર ચાલે છે અને તે નવા સબસ્ક્રાઇબર માટે રૂ.૩,૯૯૯ની કિંમતે અને પ્રવર્તમાન સબસ્ક્રાઇબર્સ માટે રૂ.૨,૪૯૯માં ઉપલબ્ધ છે.
લાઇવ ટીવી ચેનલ્સ સિવાય, તે ગૂગલ પ્લે સ્ટોરમાં એક્સેસ પૂરો પાડશે જે દર્શકોને ઓટીટી પ્લેટફોર્મમાંથી ડાઉનલોડ કરવા અને સ્ટ્રીમ કરવા માટેની સવલત પૂરી પાડશે. ડીટુએચ સ્ટ્રીમ દરેક લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મસ જેમ કે વોચો, એમેઝોન, પ્રાઇમ વીડિયો, ઝી૫, વૂત, અલબાલાજી, યુટ્યૂબ અને તેનાથી વધુને ટેકો પૂરો પાડશે. એન્ડ્રોઇડ આધારિત સેટ ટોપ બોક્સ કોઇપણ ટેલિવીઝનમાં કામ કરે છે.
ડીટુએચ સ્ટ્રીમ એચડી સેટ ટોપ બોક્સ બિલ્ટ ઇન ગૂગલ આસિસ્ટન્ટ, ક્રોમકાસ્ટ અને ચડીયાતા ડોલ્બી ઓડીયો સાથે આવે છે, જે અદ્યતન, તરબોળ સિનેમેટિક અનુભવ દર્શકોને તેમના લિવીંગ રુમમાં આરામથી પૂરો પાડે છે. દર્શકો કોઇપણ અંતરાય વિના તેમના ટીવી સ્ક્રીન્સમાં કોઇ પણ ડિવાઇસ મારફતે કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકે છે, હજ્જારો એપ્સ ડાઉનલોડ કરી શકે છે અને વધારાના કોઇ ગેઇમીંગ કોન્સોલની જરુર પડ્યા વિના તેમના ટીવી સેટ્સ પર ગેઇમ રમી શકે છે.
સરળ અનુભવમાં વધારો કરતા ડીટુએચ સ્ટ્રીમ યૂઝર્સ રિમોટમાં બિલ્ટ ઇન એલેક્સાનો ઉપયોગ કરીને વોઇસ કમાન્ડ સાથે ઓપરેટ અને નિયંત્રિત કરી શકે છે. ડીટુએચ મેજિક (વોઇસ સક્ષમ)- જે એમેઝોન એલેક્સા દ્વારા ડોગલ અને રિમોટ સાથે વોઇસ સક્ષમ કીટ છે જેની કિંમત રૂ. ૧,૧૯૯ છે અને તે પસંદગીના ડીટુએચ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આ કીટ યૂઝર્સને લોકપ્રિય એપ્સ અને હજ્જારો એલેક્સા સ્કીલ્સમાં તેમના પ્રવર્તમાન સેટ ટોપ બોક્સીસ મારફતે ઍક્સેસ કરવામાં સહાય કરે છે.
ડીટુએચ મેજિક (વોઇસ સક્ષમ)ની સાથે એલેક્સાથી સજ્જ રિમોટ કંટ્રોલ્સ શ્રેષ્ઠ પોસાય તેવી કીટ છે જેમાં વાઇ-ફાઇ ડોંગસ, બ્લ્યૂટૂથ અને પાતળા એલેક્સા સક્ષમ રિમોટ કંટ્રોલનો સમાવેશ થાય છે. મેજિક સ્ટિક વોઇસ સક્ષમ રિમોટ કંટ્રોલ સાથે, સબસ્ક્રાઇબર્સ સેટ ટોપ બોક્સ સાથે સેટ ટોપ બોક્સ સાથે સહજ અને પસંદગીના મોડ તરીકે વોઇસ કમાંડઝનો ઉપયોગ કરી શકે છે, જેથી કેબ્સ બુક કરાવી શકાય, તાજા સમાચારો, માહિતી અને રેસિપી પ્રાપ્ત કરી શકાય, તેમના લોકપ્રિય કાર્યક્રમો માટે રિમાઇન્ડર્સ સેટ કરી શકે છે.