તલોદ એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ પર આવેલ નવીન શૌચાલયમા ખંભાતી તાળા
(પ્રતિનિધિ) તલોદ, તલોદ એસ. ટી. કંટ્રોલ પોઈન્ટ પર આવેલ નવીન બનાવેલ શૌચાલય મા દરવાજા પર પ્લાસ્ટિક ની દોરી બાંધી બંધ કરી દેવામાં આવ્યા છે આ બંધ કરેલા શૌચાલય પાછળ નુ કારણ તો મુસાફરો કે આમ જનતા ને નથી ખબર પરંતૂ તેમને આના કારણે કેટલી મુશ્કેલીઓ તથા આર્થિક બોજ ઉઠાવવો પડતો હોય છે તે તો ખબર જ હોય છે આવા કરોડો રૂપિયા ખર્ચવા છતા એ એનો ઉપયોગ આમ જનતા ન કરી શકતી હોય તો પછી સરકાર આવા કરોડો રૂપિયા ખર્ચ તી જ શુ કામ હશે ?
શુ આ રૂપીયા આમ જનતા જ હોય છે ને ? તલોદ કંટ્રોલ પર છેલ્લા કેટલાક સમયથી શૌચાલયમા આવેલ દરવાજો મા પ્લાસ્ટિક ની દોરી બાંધીને બંધ કરી દેવા મા આવ્યા છે આ તો ઠીક પણ શૌચાલયમા પાણી પણ આવતુ નથી
તો આવા અનેક સમસ્યાઓથી પહેલેથી જ તલોદ એસ.ટી કંટ્રોલ પોઈન્ટ ઘેરાયેલુ મહેસુસ થતૂ હોય છે આવી સમસ્યા ઓ ના લીધે એસ. ટી કંટ્રોલ પોઈન્ટ પર આવતા વિદ્યાર્થીઓને તથા મુસાફરો પૈસા ખર્ચવાના વારો આવતો હોય છે
તેથી આવા વસ્તૂઓ ઉપયોગ યોગ્ય રીતે બધા જ લોકો કરે તે માટે સરકાર પણ કર્મચારીઓ ને કોઈ ઠોસ ટકોર કરે તો સારું તેવુ લોક માંગણી ઉચ્ચાર વામા આવી રહી છે આમ પણ સરકારી કર્મચારીઓ તથા આવા અધિકારી ઓ કોઈ કામ યોગ્ય રીતે કરી જ શકતા નથી તેથી જ સરકારી કામો મા ઢીલાસ જોવા મળતી હોય છે.*