Western Times News

Gujarati News

લાયન્સ કલબ ઓફ પાલનપુરના હોદ્દેદારોનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર શહેરની જાણીતી લાયન્સ કલબ ઓફ પાલનપુરનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો આ પદગ્રહણ વિધિ વર્ષ ર૦૧૯-ર૦ના હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા પદગ્રહણ વિધિ કર્તા પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર (ડીસ્ટીકટ ૩ર૩ર-બી) લાયન દેવજીભાઈ પટેલે (અમદાવાદ) નવા વરાયેલા પ્રમુખ લા. નરેન્દ્રભાઈ એમ. પટેલ, મંત્રી લા. મનીષ પી. ઠક્કર, ખજાનચી લા. નરેન્દ્ર કે. ખોલવાડીયા તથા તેમની ટીમને હોદ્દાની જવાબદારી સમજાવી સંસ્થા સાથે વફાદારીપૂર્વકની જવાબદારી સંભાળવાના શપથ લેવડાવ્ય્‌, મુખ્ય મહેમાન સાધુ ઉત્તમપ્રિયદાસજી બીએપીએસ (સ્વામીનારાયણ સંપ્રદાય) અતિથિ વિશેષ તરીકે સી.એ. બકુલભાઈ આઈ શાહ (પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશનઓફ ટેક્ષ કન્સલટન્ટસ) સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓની જાણકારી સંસ્થાના પ્રમુખ મંત્રીએ આપી અને આ પ્રવૃતિઓનો લોકો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી. આભારવિધિ નવા વરાયેલા મંત્રી લા. મનીષ પી. ઠકકરે કરી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.