ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળની તાલુકા વાર્ષિક સભા યોજાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/03/18-4-1024x576.jpg)
નેત્રામલી: ઈડર તાલુકાના દારમલી ગામે નિવૃત કર્મચારી મંડળ ના સહયોગ થી તા.૧૫ માર્ચ ૨૦૨૦ને રવિવારના રોજ બાળ ગોળ કડવા પાટીદાર સમાજવાડી -દરામલી ખાતે ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ પરિવાર ની વાર્ષિક સામાન્ય સભા અને વિશિષ્ટ બહુમાન અને દાતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમારંભ અદયક્ષ કાંતિભાઇપટેલ,એસ.એમ.જોષી(પ્રમુખ ગુજરાત પેન્સનર સમાજસેવા અમદાવાદ),સનતભાઈ ભટ્ટ(મહામત્રી,ગુજરાત પેન્સનર ફેડરેશન,વડોદરા-ગાંધીનગર),જી.પી.વણઝારા (જિલ્લા તિજોરી અધિકારી સા.કા.હિંમતનગર),આર.એ.પટેલ, તેમજ અતિથિ વિશેષ કનુભાઈ સોની, દારમલી સરપંચ હેતલબેન દેસાઈ, કરશનભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં સાંપ્રત પેંશનર્સ ના પ્રશ્નો ની જાણકાર મેળવવા માં આવી હતી.જેમાં ૪૬૩૦૦ પેનશનર્સ ને યોગ્ય વળતર મળે,ટેક્ષ માંથી મુક્તિ નો લાભ મળે જેવા વિષયોની ચર્ચા કરાઇ હતી.