Western Times News

Gujarati News

ભરૂચમાં કોરોના વાઈરસ ને લઈ બે સપ્તાહ માટે શાળા-કોલેજો,થિએટરો બંધ

મોલો માં કર્મચારીઓ એ માસ્ક પહેરી ફરજ નિભાવવા મજબુર : મોલ બંધ ન રહેતા સરકાર ના પરિપત્ર ના ધજાગરા.
ભરૂચ ની શાળા-કોલેજો માં કોરોના વાઈરસ અંગે જનજાગૃતિ ફેલાવતા ચિત્રો નોટીસ બોર્ડ ઉપર રજુ કરાયા.
કોરોના વાઈરસ ને લઈ મોઢે રૂમાલ અને મહિલાઓ દુપટ્ટો બાંધવા મજબુર.

ભરૂચ: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વ માં ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઈરસ હવા માં ફેલાતો હોવાના કારણે સરકારે ૨૯ મી માર્ચ સુધી શાળા,કોલેજો,થિએટરો,સ્વિમિંગ પુલો માં રજાઓ જાહેર કરતાં શાળા માં શિક્ષકો એ શાળા એ આવવાનું રહેશે જેને લઈને કોરોના વાઈરસ ને લઈ નોટિસ બોર્ડ ઉપર રજાઓ તથા કોરોના વાઈરસ અંગે જનજાગૃતિ ના ચિત્રો રજુ કરી લોકો માં આવર્નેસ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ચીન માંથી શરૂ થયેલો કોરોના વાઈરસ વિવિધ દેશો માં ફેલાઈ રહ્યો છે.ત્યારે ભારત માં પણ કોરોના વાઈરસ ની દહેશત ના પગલે સરકારે આ કોરોના વાઈરસ હવા માં ફેલાતો હોય અને વધુ માત્રા માં એકત્ર થનાર લોકો માં વહેલો પ્રસરી રહેતો હોવાના પગલે ગુજરાત માં શાળા,કોલેજો,થિયેટરો,મોલો સહિત જ્યાં સતત લોકો ની અવરજવર રહેતી હોય તેવી સંસ્થાઓ તથા શૈક્ષણિક શાળાઓ માં ૨૯ થી માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી હોવાનો પરિપત્ર જાહેર કરાયો છે.પરિપત્ર માં ઉલ્લેખ કરાયો છે કે હાલ બોર્ડ ની પરીક્ષા ચાલી રહેલી હોવાથી શિક્ષકો એ ફરજ પર ચાલુ રહેવું પડશે અને બોર્ડ ની પરીક્ષા પરીક્ષાર્થીઓ એ આપવાની રહેશે.

સરકાર ના પરિપત્ર મુજબ ભરૂચ શહેર ની તમામ શાળાઓ,કોલેજો બંધ રહ્યા હતા અને શાળા-કોલેજો ના નોટિસ બોર્ડ ઉપર સરકાર શ્રી ના આદેશ અનુસાર કોરોના વાઈરસ ની અગમ ચેતી રૂપે ૧૬-૦૩-૨૦૨૦ થી ૨૯-૦૩-૨૦૨૦ સુધી શાળા માં રજા રહેશે અને ૩૦-૦૩-૨૦૨૦ થી રાબેતા મુજબ શરૂ થનાર હોવાની સૂચના મુકવામાં આવી છે.તો નોટિસ બોર્ડ સાથે શિક્ષકો એ કોરોના વાઈરસ અંગે લોકો માં જનજાગૃતિ આવે તે હેતુસર કોરોના વાઈરસ અંગે નું ચિત્ર નોટિસ બોર્ડ ઉપર પેન્ટીંગ કરવામાં આવ્યુ છે.

સરકારે મોલ બંધ રાખવા જાહેરાત કરવા છતાં સવાર થી જ ભરૂચ ના વિવિધ વિસ્તાર ના મોલ લોકો થી ધમધમતા જોવા મળ્યા હતા.મોલ માં ગણ્યા ગાંઠીયા કર્મચારીઓ મોઢા ઉપર માસ્ક પહેરી ફરજ નિભાવતા નજરે પડ્યા હતા.ત્યારે મોલ સંચાલકો એ પણ સરકાર ના પરિપત્ર ના ધજાગરા ઉડાવ્યા હોય તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવાની પણ જરૂર જણાઈ રહી છે.કારણકે રૂપિયા કમાવા કરતા માણસ ની જિંદગી કિંમતી હોય ત્યારે આવા સંજોગો માં મોલ સંચાલકો સામે પગલાં ભરવા માટે ની માંગ ઉઠી રહી છે.

તો બીજી તરફ વાહનચાલકો પણ જાગૃત થયા હોય તેમ પોતાનું વાહન લઈને નીકળતા પહેલા મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ તેમજ મહિલાઓ દુપટ્ટા વડે પોતાની સુરક્ષા કરી રહ્યા છે.ત્યારે ભરૂચ માં માસ્ક ની અછત હોવાના પગલે મેડિકલ સંચાલકો પણ મન ફાવે તેમ માસ્ક નું કાળા બજાર કરતા હોવાની બૂમ પણ ઉઠી રહી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલ માં કોરોના વાઈરસ ને લઈ ઓઝર્વેશન વોર્ડ માં વેન્ટીલેટર ની સુવિધા કરાઈ : આરોગ્ય અધિકારી ડૉ.વી.એસ.ત્રિપાઠી.
કોરોના વાઈરસ ને લઈ વિદેશ થી આવતા પ્રવાસીઓ ને ઓબ્ઝર્વેશ વોર્ડ માં ૯૬ પૈકી ૪૮ લોકો ને ઓબ્ઝર્વેશન વોર્ડ માં તપાસ કરાઈ. સિવિલ ના ઓબ્ઝર્વેશન માં ૫૦ બેડ ની સુવિધા કરાઈ.
કોરોના વાઈરસ ને લઈ તંત્ર સતર્ક બની ગયું છે ત્યારે વિદેશ થી આવતા પ્રવાસીઓ ને સૌ પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં બનાવામાં આવેલ ઓબ્ઝર્વેશન વોર્ડ માં તપાસ અર્થે રાખવામાં આવે છે.જેમાં વેન્ટિલેટર ની પણ સુવિધા શરુ કરવામાં આવી હોવાનું આરોગ્ય અધિકારી ડૉ.વી.એસ.ત્રિપાઠી જણાવી રહ્યા છે.

હાલ કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઈરસ વિદેશ માં ભયકંર રીતે ફેલાયેલો હોવાના પગલે વિદેશ થી આવતા પ્રવાસીઓ ને સૌ પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ માં ઉભો કરવામાં આવેલ ઓબ્ઝર્વેશન વોર્ડ માં રાખવામાં આવે છે.અને તેઓ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને તેઓ માં કોરોના વાઈરસ ના લક્ષણો છે કે કેમ તે અંગે ની જીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે અને સિવિલ ના ઓબ્ઝર્વેશન વોર્ડ માં ૫૦ બેડ ની સુવિધા સાથે ઇમરજન્સી વેન્ટીલેટર ની સુવિધા પણ કરવામાં આવી રહી છે અને ભરૂચ જીલ્લા ના અન્ય તાલુકાઓ માં પીએચસી સેન્ટરો માં પણ કોરોના વાઈરસ માટે ના ઓબ્ઝર્વેશન વોર્ડ શરૂ કરાયા હોવાના આરોગ્ય અધિકારી ડૉ.વી.એસ.ત્રિપાઠી જણાવી રહ્યા છે.

સમગ્ર જીલ્લા માં ફરતી એસટી બસો ને કોરોના વાઈરસ ને લઈ સ્વચ્છ રાખવા માટે એસટી  વિભાગ મેનેજમેન્ટ નું આહવાન: કોરોના વાઈરસ હવામાં ફેલાતો વાઈરસ હોવાના કારણે જીલ્લાભર માં ફરતી એસટી બસો ને નિયમિત ધોવાણ માટે ની કવાયત. એસટી ડેપો માં વધુ પ્રમાણ માં મુસાફરો ને એકત્રિત ન થવા માટે અપીલ.

કોરોના વાઈરસ હવા માં ફેલાતો વાઈરસ માનવા માં આવી રહ્યો છે ત્યારે જીલ્લાભર માં મુસાફરો માટે કાર્યરત રહેતી એસટી બસ માં મુસાફરી કરતા મુસાફરો ની સાવચેતી ના ભાગરૂપે એસટી બસો નિયમિત વોસ (ધોવા) કરવા માટે એસટી વિભાગ ના મેનેજમેન્ટ દ્વારા સૂચના કરવામાં આવી રહી છે.

એસટી બસ માં સલામત સવારી ના ભાગરૂપે તાજેતર માં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ થી સાવચેત રહેવાના ભાગરૂપે વિવિધ જીલ્લા ઓ માં ટ્રીપ મારતી એસટી બસો માં અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે.ત્યારે કોરોના વાઈરસ હવા માં ફેલાતો વાઈરસ હોવાના કારણે એસટી બસ ને નિયમિત રીતે ધોવા માટે ની કવાયત શરૂ કરી છે અને એસટી બસ ને સ્વચ્છ રાખવા માટે ની કાળજી લેવાઈ રહી છે.અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે એસટી ડેપો માં ધૂળ ની ડમરી વધુ પ્રમાણ માં ઊડતી હોવાના કારણે કોરોના વાઈરસ ના ભય ના પગલે ધૂળ ની ડમરી ઉપર એસટી ડેપો ના મેનેજમેન્ટ દ્વારા ટેન્કર મારફટે પાણી નો છંટકાવ નિયમિત રીતે કરવામાં આવી રહ્યો છે.સાથે સાથે એસટી ડેપો માં વધુ પ્રમાણ માં એકત્ર ન થવા તેમજ એસટી બસ માં વધુ પ્રમાણ માં મુસાફરો ને મુસાફરી ન કરાવા માટે ની સાવચેત અંગે ની સૂચનાઓ આપવામાં આવી હોવાનું એસટી ડેપો ના વિભાગીય નિયામક સુરેન્દ્રસિંહ માત્રોજા એ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.