Western Times News

Gujarati News

ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળની તાલુકા વાર્ષિક સભા યોજાઈ

નેત્રામલી:  ઈડર તાલુકાના દારમલી ગામે નિવૃત કર્મચારી મંડળ ના સહયોગ થી તા.૧૫ માર્ચ ૨૦૨૦ને રવિવારના રોજ  બાળ  ગોળ કડવા પાટીદાર સમાજવાડી -દરામલી ખાતે ઈડર તાલુકા નિવૃત કર્મચારી મંડળ પરિવાર ની વાર્ષિક સામાન્ય સભા અને વિશિષ્ટ બહુમાન અને દાતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમારંભ અદયક્ષ કાંતિભાઇપટેલ,એસ.એમ.જોષી(પ્રમુખ ગુજરાત પેન્સનર સમાજસેવા અમદાવાદ),સનતભાઈ ભટ્ટ(મહામત્રી,ગુજરાત પેન્સનર ફેડરેશન,વડોદરા-ગાંધીનગર),જી.પી.વણઝારા (જિલ્લા તિજોરી અધિકારી સા.કા.હિંમતનગર),આર.એ.પટેલ, તેમજ અતિથિ વિશેષ કનુભાઈ સોની, દારમલી સરપંચ હેતલબેન દેસાઈ, કરશનભાઈ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ માં સાંપ્રત પેંશનર્સ ના પ્રશ્નો ની જાણકાર મેળવવા માં આવી હતી.જેમાં ૪૬૩૦૦ પેનશનર્સ ને યોગ્ય વળતર મળે,ટેક્ષ માંથી મુક્તિ નો લાભ મળે જેવા વિષયોની ચર્ચા કરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.