Western Times News

Gujarati News

સાબર ડેરીએ દૂધના ભાવમાં ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો કર્યો

હિંમતનગર: સાબરકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમા ં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સાબર ડેરીને મહત્વનો નિર્ણય લેતાં પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા ભેંસના દૂધ અને ગાયના દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ નવા ભાવથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩.૫૦ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

સાબર ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ૨૦ રુપિયાનો અને ગાયના દૂધના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેંસના દૂધના કિલો ફેટના ૭૩૦ રૂપિયા અને ગાયના દૂધનાના કિલો ફેટના ૩૧૦ રૂપિયા ભાવ કરવામાં આવ્યો છે. આ નવા ભાવ ૨૧ માર્ચથી અમલમાં આવશે તેવું અમૂલ ડેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આગામી ઉનાળાનાં દિવસમાં દૂધની આયાત ઓછી થાય છે તેવી સ્થિતિમાં પશુપાલકોને આર્થિક નુકસાન ન જાય અને અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી સાબર ડેરીએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, આ ભાવ વધારા સાથે પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી ડેરીઓમાં સાબર ડેરી શિખરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સાબર ડેરીને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૨૧૧.૧૪ કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.