રંજન ગોગોઈએ રાજ્યસભાનાં સભ્ય તરીકે શપથ લીધા: વિરોધ પક્ષનો સભાત્યાગ

નવીદિલ્હી, વિવાદો વચ્ચે સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ આજે રાજ્યસભાનાં સભ્ય તરીકે શપથ લીધા હતાં. રંજન ગોગોઇ સવારે ૧૦.૪૫ કલાકે સંસદ ભવન પહોંચ્યા હતાં અને વિરોધ પક્ષના સભ્યોના હંગામો વચ્ચે સવારે ૧૧ વાગ્યે રાજ્યસભાનાં સભ્ય તરીકે શપથ લીધા હતાં રંજન ગોગોઇ રાજયસભાના સભ્ય તરીકે સોગંદ લઇ રહ્યાં હતાં ત્યારે વિરોધ પક્ષોના સભ્યોએ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો અને સભાત્યાગ કર્યો હતો.
આ પહેલા રંજન ગોગોઇ પત્નીની સાથે રાજયસભા સાંસદ તરીકે સોગંદ લેવા માટે સંસદ ભવન પહોંચ્યા હતાં.લોગંદ લેતા પહેલા રંજન ગોગોઇના રાજયસભાના સભ્ય તરીકે નોમિનેશનની વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં મધુ પૂર્ણિયા કિશ્વરે અરજી લગાવી પડકારો આપ્યો હતો મધુ કિશ્વરે કોઇ કાનુન વિના કાનુની પ્રતિનિધિ વિના આ અરજી દાખલ કરી છે કે બંધારણના મૂળ આધાર જયુડિશયરીની સ્વતંત્રતા છે અને તેને લોકતંત્રનો સ્તંભ માનવામાં આવ્યો છે.
હકીકતમાં ઉચ્ચ ગૃહની કાર્યવાહી શરૂ થવા પર ગોગોઇ જેવી સોગંદ લેવા નિર્ધારિત સ્થાન પર પહોંચ્યા કે તરત જ વિરોધ પક્ષોના સભ્યોએ હંગામો શરૂ કર્યો તેના પર રાજયસભાના સભાપતિ એમ વૈકેયા નાયડુએ કહ્યું કે આવો વ્યવહાર સભ્યોની મર્યાદાની અનુરૂપ નથી ત્યારબાદ ગોગોઇએ ગૃહના સભ્ય તરીકે સોગંદ લીધા હતાં.
વિપક્ષી પાર્ટીઓ રંજન ગોગોઈની રાજ્યસભાનાં સભ્યની નિમણૂંકનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રંજન ગોગોઈને પાંચ પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું હતું કે, ‘રંજન ગોગોઇ કૃપા કરીને એ પણ સમજાવે કે પોતાના જ કેસમાં નિર્ણય કેમ? પરબિડીયા બંધ ન્યાયિક સિસ્ટમ કેમ? ચૂંટણી બોન્ડનો મુદ્દો કેમ નથી લેવામાં આવ્યો? રફાલ કેસમાં ક્લીનચીટ કેમ આપવામાં આવી? સીબીઆઈ ડિરેક્ટરને કેમ હટાવવામાં આવ્યા ? આ સવાલો પુછી સિબ્બલે રંજન ગોગોઈને તેમના દ્વારા આપવામાં આવેલા નિર્ણયોની યાદ અપાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના રણદીપ સુરજેવાલ, એઆઇએમઆઇએમના અસદ્દીન ઓવૈસી ઉપરાંત પૂર્વ નાં મંત્રી યશવંતસિન્હાએ પણ ગોગોઇને નામિત કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતાં.