પ્રાંતિજ ખાતે સાઉદી અરેબિયા થી પતિ-પત્ની પરત આવ્યા પણ પાલિકા તંત્ર કે તંત્ર ની આરોગ્ય તંત્ર ની જાણ બહાર
આરોગ્ય વિભાગ અમારી પાસે યાદી માં નામ જ નથી આવ્યું : – પરત ફરેલ પતિ-પત્ની નું મુંબઇ એરપોર્ટ ઉપર તપાસ થઇ હતી:– બે દિવસ બાદ આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરી : સાવચેતી ના ભાગ રૂપે પરેલ ફરેલ પતિ-પત્ની ને ધર રહેવા સલાહ અપાઈ : શરદી , કફ , તાવ ના લક્ષણો જણાય તો તાત્કાલિક સંપક નંબર આપ્યાં . : – પ્રાંતિજ નગરપાલિકા એ ઓફિસ માં આવતા જતાં લોકો ઉપર સેનેટરી ના બદલે પાણી નો ફુવારો ઉડાર્યો
પ્રાંતિજ: હાલમાં દેશ સહિત ૧૬૦ જેટલા દેશોમાં કોરો ના વાયરસ ને લઇને હાહાકાર મચી ગયો છે ત્યારે મોટા ભાગના દેશોમાં સરહદ થી લઇને અંદરો અંદર શહેરો માં પણ અવરજવર બધી કરી દેવામાં આવી છે અને કોરો ના વાયરસ ને લઇને બહાર થી આવતા લોકો ની ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સાઉદી અરેબિયા થી પરત ફરેલ પતિ-પત્ની ની બે દિવસ બાદ આરોગ્ય વિભાગ ને જાણ થતા તપાસ હાથધરી છેલ્લા કેટલાય દિવસોથી દેશ સહિત ૧૬૦ થી પણ વધારે દેશોમાં કોરો ના વાયરસ ને લઇને મહામારી ફેલાઈ છે અને દેશ સહિત વિદેશોમાં પણ કોરા ના વાયરસ ને લઇને ચિંતા જોવા મળી રહી છે
ત્યારે સરહદ પારથી આવતા જતાં લોકો ની કોરો ના વાયરસ ને લઇને ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કોરો ના વાયરસ ને લઇને લોકો મા અવેનસ પણ ફેલાવામાં આવી છે અને વાઇરસ સામે લડી લેવા માટે આરોગ્ય સહિત પુરતી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે અને ફોરન થી બહાર ના દેશોમાથી આવતા જતાં ઉપર પુરતું ધ્યાન આપવામાં આવે છે
ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં રહેતા પત્ની પત્ની સાઉદી અરેબિયા મક્કા મંદીના ના દર્શન કરી યાત્રા ના બે દિવસ પહેલાં પરત ફર્યાં હતાં અને તેવોની માત્ર મુંબઇ એરપોર્ટ ઉપર તપાસ થઇ હતી અને તેવો પ્રાંતિજ ખાતે તેમના નિવાસસ્થાને આવ્યા હતાં પણ પ્રાંતિજ નગરપાલિકા કે આરોગ્ય તંત્ર જાણ બહાર હતાં તો આજુબાજુ માં રહેતા લોકો દ્વારા ચર્ચાઓ થતા આખરે પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા ના ધ્યાને આવતાં પ્રાંતિજ તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.આર.કે.યાદવ નું ધ્યાન દોરતા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ર્ડા. ચંદ્રાબેન પરમાર ની ટીમ ને સ્થળ ઉપર મોકલ્યા હતાં તો ર્ડા.ચંદ્રાબેન પરમાર દ્વારા તેમણી ટીમ સાથે સ્થળ ઉપર જઇ પતિ પત્ની તથા પરિવાર ના સભ્યો ની પુછપરછ સહિત તપાસ હાથધરી હતી તો આ અંગે ર્ડા.ચંદ્રાબેન પરમારે જણાવ્યું હતું કે
પરત ફરેલ બન્ને પતિ પત્ની માં હાલતો કોઇ લક્ષણો જણાતાં નથી પણ અમે બે દિવસે તપાસ કરતાં રહીશું અને તેવું કઇ પણ લક્ષણો જણાશે તો તેમણે હિંમતનગર સિવિલ ખાતે વધુ સારવાર અર્થે મોકલી આપીશું હાલ તો ધર માં રહેવા તથા લોકો ની વચ્ચે ના જવા સહિત ની સુચનાઓ આપવામાં આવી છે .
પ્રાંતિજ નગરપાલિકા ખાતે સેનેટરી ના બદલે ખાલી પાણી ભરીને આવતા જતાં લોકો ઉપર ફુવારો મારવામાં આવે છે તો આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલ ને પુછતા તેવોએ કહ્યું કે પાણી એ તો સેનેટરી કરતાં પણ વધુ સારૂ છે અને હાલ કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ નથી તમારી પાસે હોય તો મને મગાવી આપો આવો ઉધ્ધત જવાબ આપ્યો હતો .