કોરોના વાયરસથી બચવા ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કેટલાક સૂચનો કરાયા
ભરૂચ: હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારનો નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ સંદર્ભે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારનાં રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. તાવ, ખાંસી, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાંસની તકલીફ, શ્વાંસ લેવામાં મુશ્કેલી અને ધ્રુજારી વિગેરે જણય તો તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો. આ રોગથી ડરવાની જરૂર નથી ફકત સાવચેતીનાં પગલાંઓ લેવાથી આ રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.
વ્યક્તિગત સ્વચ્છતા સારી રીતે જાળવો, ખાંસી કે છીંકખાતી વખતે મોઢું અને નાક ઢાંકીને રાખવું, વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા, સ્પિરીટ આલ્કોહોલ આધારીત હેન્ડવોશનો ઉપયોગ કરવો, વાપરેલ ટીસ્યુ ઉપયોગ બાદ તરત જ બંધ કચરા પેટીમાં નાંખો, જાહેરમાં થુંકવું નહીં(સરકારી જાહેરનામા અનુસાર દંડનીય અપરાધ છે.) તમને ઉધરસ કે તાવ હોય ત્યારે કોઈના સંપર્કમાં ન રહેવું. જીવંત પશુઓનો સંપર્ક ટાળવો તથા ન રંધાયેલ માસનું સેવન ન કરવું, મરઘા ઉછેરકેન્દ્ર પશુ બજાર કે કતલખાનાની મુલાકાત ન લેવી, તબિયત ખરાબ લાગે તો ડૉક્ટરને બતાવવું આટલી કાળજી લેવાથી આ રોગથી બચી શકાય છે.
માસ્કની જરીરિયાત કોને? બિનજરૂરી ગભરાટ ટાળો, તંદુરસ્ત વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી, જો આપ શરદી – ખાંસીથી પીડાતા હોય તો માસ્ક પહેરવા.વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો તથા હેલ્પલાઈન ૧૦૪ પર સંપર્ક કરવો. જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આ રોગચાળા બાબતે કોઈ પણ ડર ન રાખવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે. આ રોગચાળાને સમજી અને સાવચેત રહેવાથી બચી શકાય છે ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, જિલ્લા પંચાયત ભરૂચે જણાવેલ છે.