સીઈઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
વસ્ત્રાપુરમાં પૂર્વ મેનેજરે કંપનીના |
(પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુરમાં ટેકનો કંપનીના સીઈઓને મારી નાખવાની ધમકી મળતા તેમણે ફરીયાદ નોંધાવી છે રીજીયોનલ મેનેજર તરીકે ગુજરાતમાં કામ કરતા ભુતપૂર્વ કર્મચારી સાથે વાંકુ પડતાં તે કર્મચારી સાથે જ ગાળાગાળી થઈ હતી. આ અંગેની વિગત એવી છે કે વિરેન્દ્રકુમાર ગંગાપ્રસાદ વર્મા (૪૯) નવી દિલ્હી ખાતે રહે છે અને ત્યાં જ ટાઈમ વોચ ઈન્ફોકોમ પ્રા.લી.નામની કંપની ધરાવે છે તેમની કંપનીમાં કોમ્પ્યૂટર તથા સિકયુરીટી સિસ્ટમનું કામકાજ કરવામાં આવે છે બે વર્ષ અગાઉ તેમની કંપનીમાં ગુજરાતના રીજીયોનલ મેનેજર તરીકે સુમીત નરેન્દ્રકુમાર પટેલ (રહે. ભયુંગદેવ) જાડાયા હતા.
જે કંપની વતી માલ વેચાણનું પેમેન્ટ લાવી દેવાનું તથા વહીવટી કામ સંભાળતા હતા જાકે ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમની કામગીરી બરાબર ન હોવાથી કંપનીમાંથી તેમને ગયા મહીને છુટા કરવામાં આવ્યા હતા કંપનીમાં હતા એ દરમિયાન સુમીતભાઈએ કેટલીક કંપનીઓને આશરે દસ લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો.
જેથી સીઈઓ વિરેન્દ્રકુમારે આ રકમ વસુલી આપવા સુમીતભાઈને કહેતાં તેમણે ઈન્કાર કર્યો હતો બાદમાં દિલ્હીથી અમદાવાદ આવેલા વિરેન્દ્રકુમાર સુમીતભાઈને મળ્યા હતા જયાં સાલ હોસ્પીટલ ખાતે બંને વચ્ચે ઝઘડો થતાં સુમીતભાઈએ તેને હાથ પગ તોડી નાખવાની તથા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી જેથી વિરેન્દ્રભાઈએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. બાકી લેણુ વસુલવાના મુદ્ે બંને વચ્ચે ઝઘડો થયો.