Western Times News

Gujarati News

ઉદ્‌ગમ સ્કૂલનાં પ્રતિમાબહેન પટેલનું અમેરિકા ખાતે અવસાન

અમદાવાદ : ‘ઉદ્‌ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન’માં પ્રાયમરી સેક્શનનાં ડિરેકટર પ્રતિમાબહેન પટેલનું અમેરિકાના ક્વિન્સ્ટાઉનમાં અવસાન થયું છે, તેઓ ૮૦ વર્ષનાં હતા. પ્રતિમાબહેન પટેલ ૧૯૬પના વર્ષથી ઉદ્‌ગમ સ્કૂલ સાથે સંકળાયેલા હતા. લગભગ ૪૦ વર્ષો સુધી ઉદ્‌ગમ પ્રાથમિક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવ્યા બાદ હાલ તેઓ ડિરેકટર તરીકે કાર્યરત હતા. શિક્ષણ ક્ષેત્રે પપ વર્ષના બહોળો અનુભવ ધરાવતા પ્રતિમાબહેન વિદ્યાર્થીઓ પાસે કડક શિસ્તના જબરદસ્ત આગ્રહી હતા. એટલું જ નહીં વાલીઓ કોઈ પ્રકારની બેદરકારી દાખવે તો તેમને ઠપકો આપવાથી પણ પ્રતિમાબહેન ખચકાટ અનુભવતા નહોતા.

આ કારણે તેઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં પણ આદરપાત્ર સ્થાન ધરાવતા હતા. કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો તેના પર તેઓ વધુ ધ્યાન આપતા. ઉદ્‌ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના સંચાલકોના મતે ઉદ્‌ગમ સ્કૂલ આજે જે મોખરાનું સ્થાન ધરાવે છે (એન.આર.)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.