Western Times News

Gujarati News

સોલામાં ઈલેકટ્રોનિક શો રૂમનાં  વેપારી સાથે ૫૪ લાખથી વધુની ઠગાઈ

વેપારીનો વિશ્વાસ જીતી ૮૩ લાખની વસ્તુઓ મેળવી હતી : બાદમાં ચેક બાઉન્સ થતાં ફરીયાદ

અમદાવાદ: સોલા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક ચીજ વ સ્તુઓનું મોટું શો રૂમ ધરાવી વેપાર કરતા વેપારી પાસેથી તેના જ પરીચિત વ્યક્તિએ મોટા પ્રમાણમાં વસ્તુઓ ખરીધા બાદ બાકીના નાણાં ૫૪ લાખની વધુ નહી ચૂકવતાં છેતરપીડીની ફરીયાદ નોંધાઈ છે શરૂઆતમાં સારા વ્યવહારો કરીને પરીચિત ઈસમે વેપારીનો ભરોસો જીતી લીધો હતો બાદમા પોતાનુ પોતે પ્રકાશ્યુ હતુ. વેપારી હસમુખભાઈ પટેલ અજંતા ઈલોરાની બાજુમાં થલતેજ ખાતે રહે છે તથા સોલા સત્તાધાર ચાર રસ્તા ખાતે ભાગ્યલક્ષ્મી ઈલેકટ્રોનિક નામની ઈલેકટ્રોનિકની દુકાન ધરાવે છે

આશરે એક વર્ષ અગાઉ તેમના શો રૂમ ઉપર મુંજાલભાઈ બારોટ રહે સાભાવ એપાર્ટમેન્ટ નવા વાડજ અને હિમાંશું ઝવેરી આવ્યા હતા એ સમયે મુંજાલભાઈએ તેમનાં પિતાજીની ઓળખાણ આપીને ઉધારે ફ્રિજ ખરીદુ હતુ જેના રૂપિયા બાદમાં ચુકવી દીધા હતા. ત્યારબાદ મુજાલભાઈ મોબાઈલ ફોન હત્પેથી લઈ ગયા હતા આ રીતે સમયતરે અલગ અલગ ચીજવસ્તુ ઉધારે લઈ જઈ તેના રૂપિયા સમયસર ચુકવી આપી હસમુખભાઈનો વિશ્વાસ જીતી લીધી હતો.

દરમિયાન મુંજાલભાઈ અને તેમના મિત્ર મનીષભાઈ શાહ અલગ અલગ વસ્તુઓ જેની કિંમત કુલ ૮૩ લાખ ૪૪ હજાર જેટલી થતી હતી તે બાકીમાં ખરીદી ગયા હતા અને ટુકડે ટુકડે આરટીજીએસ રોકડ તથા અન્ય રીતે ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ પરત કરી હતી જા કે ત્યારબાદ બંનેએ હસમુખભાઈને બાકી નીકળતા રકમ ચોપન લાખની વધુ આપ્યા ન હતા જેની વારંવાર ઉઘરાણી કરતા મુંજાલભાઈ બારોટ ખોટાં વાયદા બતાવતા હતા.

ઉપરાંત ચેક આપતાં તે બાઉન્સ થયા હતા જેના પગલે હસમુખભાઈની વારંવાર માંગણી છતા 54 લાખ 33 હજાર જેટલી રકમ પરત ન કરતા છેવટે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં મુંજાલભાઈ તથા મનીષ શાહ વિરુદ્ધ છેતરપીડીની ફરીયાદ નોંધાવી છે આ અંગે સોલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.