માંડલ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોના વાયરસથી બચવાના ઉપાયો સમજાવ્યા
સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઘેર ઘેર ફરી ને ટેક હોમ રેશનનું વિતરણ કર્યુ
(વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) સંકલિત બાળ વિકાસ યોજનાની આંગણવાડી કાર્યકર બહેનોએ ઘેર ઘેર ફરી ને ટેક હોમ રેશનનું વિતરણ કર્યુ હતુ. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં કોરોનાની મહામારી થી બચવા માટે જાહેર કરાયેલ લોકડાઉન ને અનુલક્ષી ને આંગણવાડી બંધ રાખવામાં આવી છે ત્યારે ઘટક માંડલ માં 3 થી 6 વર્ષના બાળકો સગર્ભા માતા તથા ધાત્રી માતા ને ટેક હોમ રેશનની કીટ આપવામાં આવી હતી.
તેમની તંદુરસ્તી જળવાઈ રહે તેવા શુભ હેતુ સાથે સગર્ભા , ધાત્રી બહેનો તેમજ કિશોરી બાળકોને વિતરણ કરવામાં આવ્યુ હતુ. લાભાર્થી ને વિતરણ સમયે આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોના વાયરસના સંક્રમણ થી બચવા માટે વારંવાર હાથ સાબુ થી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, સોસીયલ ડિસ્ટન્સ રાખવું, ભીડમાં ના જવુ જેવી સલામતીની અગત્યની સલાહ આપવાની કામગીરી કરી છે તેમ માંડલ સીડીપીઓ મિતા જાનીએ જણાવ્યુ હતુ.