Western Times News

Gujarati News

વિરપુર તાલુકાની ૮૪ નિરાધાર મહિલાઓને ૨૧૦૦ કીટનુ મફતમાં વિતરણ કરાયું

યુવાનો દ્વારા છેલ્લા દસ દિવસથી ૨૦૦ પરીવારોને સવાર સાંજ જમવાનું પીરસાઈ રહ્યાં છે

(વિપુલ જોષી, વિરપુર) મહિસાગર જિલ્લામાં નોવેલ કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવાનાં થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસોના સંદર્ભે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે જે પૈકી મહીસાગર જિલ્લા યુવા મોરચા ભાજપ જયેન્દ્ર બારોટ અને મહિસાગર જીલ્લાના માહમંત્રી રાજેશ પાઠકના માર્ગદર્શન હેઠળ લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી જીવન ગુજારતા શ્રમિકો – ઘર વિહોણા અને નિરાધાર લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે સર્વે કરી ફૂડ પેકેટસ તેમજ ગરીબજનોને માટે રાશનની સામગ્રી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ લોકડાઉન દરમિયાન રોજેરોજનું રળી જીવન ગુજારતા શ્રમિકો ૨૦૦ પરીવારોને સવાર સાંજ ખીચડી કડી શાક પુરી દુધ જેવું જમવાનું પણ આપવામાં આવી રહ્યું છે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ફૂડ પેકેટસનું વિતરણ તેમજ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજિંદી કમાણી પર નિર્ભર હોય તેવા નબળી આર્થિક પરિસ્થિતિ વાળા ગરીબ અને ૮૪ નિરાધાર મહિલાઓને અને કુટુંબને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ લોટ, તેલ, દાળ, ખાંડ, મરી-મસાલા સહિતની ૨૧૦૦ જેટલી કીટ તૈયાર કરી વિરપુર સહિત આસપાસના ગામડાઓમાં તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા વિતરણ કરી જીલ્લામાં માનવતાની ઉત્તમ મિશાલ પૂરી પાડવામાં આવી રહી છે. કિટ તૈયાર કરી અલગ અલગ જગ્યાએ પોહચાળવામા આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.