સ્વદેશી વેન્ટીલેટર ‘ધમણ-1’નું મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કર્યુ
રાજકોટની જ્યોતિ CNC દ્વારા માત્ર 10 દિવસમાં તૈયાર કરાયેલ રૂ.1 લાખની કિંમતના કોરોનાની સારવારમાં મહત્વના વેન્ટીલેટર ‘ધમણ-1’નું મુખ્યમંત્રી તથા ના. મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કર્યું, જેના પ્રથમ 1000 યુનિટ રાજ્ય સરકારને વિનામૂલ્યે આપવાનું કંપનીએ જાહેર કર્યુ છે.