અમદાવાદના બફર ઝોનમાં “વેજીટેબલ ઓન વ્હીલ્સ”
શહેરીજનોને રોજ ૨૪ રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ
કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. તેને પગલે શહેરીજનોને રોજીંદા વપરાશ માટે શાકભાજી માટે બહાર ન નીકળવુ પડે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હરતી ફરતી રીક્ષાઓ દ્વારા શાકભાજીનું વિતરણ શરુ કરાયું છે. અમદાવાદ શહેરમાં નવલ કોરોનાવાયરસના કેસો જોવા મળેલ છે ત્યારે આ મહામારી અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવશ્યક પગલાઓ લેવામાં આવ્યા છે.
શહેરના કોટ વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાતા વેજીટેબલ on wheels ની 24 રીક્ષાઓ દ્વારા શાકભાજી નું વિતરણ શરુ કરાયું છે. અમદાવાદ શહેરમાં ઘનિષ્ઠ વસ્તી ધરાવતા કોટ વિસ્તારમાં આવેલ કાલુપુર શાકમાર્કેટ ફ્રુટ માર્કેટ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા લારી-ગલ્લા દુકાનો વિગેરે ઉપર લોકો બિનજરૂરી એકઠા થઇ તમામ પ્રકારના વેચાણ બંધ રાખવાનું ફરમાવવામાં આવ્યુ છે.
આવી પરિસ્થિતિમાં શહેરના કોટ વિસ્તારમાં રહેતા નગરજનોને જરૂરી શાકભાજી ફળની અછત ના સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબ lockdown ની પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટેશન માટેનો પાસ કરાવી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શાકભાજી વેચતા ફેરિયાઓ સાથે જરૂરી સંકલન કરી ખાસ તૈયાર કરવામાં આવેલ 24 રીક્ષાઓ વેજીટેબલ on wheels મારફતે કોટવિસ્તારમાં શાકભાજી ફળોનું વેચાણ ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા ડ્રાઇવર માટેની ઈલેક્ટ્રીક રીક્ષા ફેરિયાઓને દૈનિક ધોરણે પૂરી પાડવામાં આવે છે જેનો કોઈ શુલ્ક ફેરિયાઓ પાસેથી વસુલ કરવામાં આવતો નથી