અમદાવાદ શહેરના કોટ વિસ્તારના ૧૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફ્યુમિગેશન
૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળા ૯ ગજરાજ ટેન્કરો, ૧૬ મીની હાઈ પ્રેશર ફાયર ટેન્કર- બુમ સ્પ્રેયર્સ, જેવા વાહનોનો ઉપયોગ
શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાતાં તેની સઘન કામગીરી હાથ ધરાઈ છે. કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના મધ્યભાગમાં આવેલ કોટ વિસ્તારને બફર જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંતર્ગત કોટ વિસ્તારમાં ફ્યુમિગેશનની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના કોટ વિસ્તારના ૧૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફ્યુમિગેશનની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી માટે ફાયર વિભાગના ૨૦,૦૦૦ લીટરની ક્ષમતાવાળા ૯ ગજરાજ ટેન્કરો, ૧૬ મીની હાઈ પ્રેશર ફાયર ટેન્કર, પાંચ બુમ સ્પ્રેયર્સ, સેન્ટ્રલ વર્કશોપના ૧૦ વોટર ટેન્કર, છ નાના હાઇ પ્રેસર સ્પ્રેયર જેવા વાહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
આ કામગીરી માટે ૨,૭૨,૦૦૦ લિટર પાણી અને ૨૭.૨૦ કરોડ મિસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો વધુમાં કોટ વિસ્તારમાં જે સ્થળોએ ક્લસ્ટર કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે તેવા સ્થળોએ ખાસ પ્રકારના ડ્રોનની મદદથી ફ્યુમિગેશનની કામગીરી કરવામાં આવી છે કામગીરી આવનારા દિવસો દરમિયાન પણ ચાલુ રહેશે.