મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સેનિટાઇઝેશન ચેમ્બર ઈન્સ્ટોલ કરાઈ
કોરોના વાયરસને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં શંકાસ્પદ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાની સાથે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. સાર્વજનિક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે પહોંચતા હોવાથી હોસ્પિટલમાં ફરજબજાવતા આરોગ્ય કર્મીઓ અને હોસ્પિટલ સ્ટાફ અને સારવાર માટે આવતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ પ્રસરે નહિ તેવા ઉમદા હેતુથી શહેરની વિનાયક ગેસ એજન્સીના માલિક અમરીશ અને ધનંજય ભાટિયા તરફથી હૉસ્પિટલમાં સેનિટાઇઝેશન ચેમ્બર ભેટ કરવામાં આવતા દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓમાં આનંદ છવાયો હતો સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા દર્દીઓ અને તેમના સગા-સંબંધી અને હોસ્પિટલ સ્ટાફે હવે સેનિટાઇઝ ચેમ્બર માંથી પસાર થશે જેથી કૉરોનાના ચેપનો ફલાવો થતો અટકાવી શકાય.