ડોર ટુ ડોર સરવે દરમ્યાન તાવ-શરદીના પાંચ હજાર દર્દી મળ્યા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે દસ કરતા વધારે વિસ્થારોને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે કોટ વિસ્તારના ૦૬ વોર્ડને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના વ્યાપને નિયંત્રણમાં લેવા ચારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે સરવે શરૂ કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસ મળ્યા હોય તથા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સરવેની કામગીરીના ત્રણથી ચાર રાઉન્ડ કરવામાં આવી શકે છે.
મ્યુનિ. કોર્પોરેશનની સરવે કામગીરી દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મનપાના સરવે દરમિયાન તાવ, શરદીના પ હજાર કરતા વધારે કેસ બહાર આવ્યા છે જ્યારે ૧પ૦ કરતાં વધુ લોકો વિદેશયાત્રા કરી હોવાની વિગતો પણ જાહેર થઈ છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકચારે પણ અમદાવાદને “હોટ સ્પોટ” જાહેર કર્યુ છે. શહેરના કોટ વિસ્તાર, નારણપુરા, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, દાણીલીમડા, જશોદાનગર, સહિતના વિસ્તારોને કલસ્ટર કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઅ, આંતરરાજ્ય કે વિદેશ જઈ આવેલા નાગરિકોને શોધવા માટે કોર્પોરેશને ડોર ટુ ડોર સરવે કામગીરી શરૂ કરી છે. મ્યુનિ. કોર્પોરેશનના સરવે માટે ૭૧ર ટીમ કામ કરી રહી છે.
૩૧ માર્ચથી ૭ એપ્રિલ સુધી મ્યુનિ. કોર્પોરેશને ૬ લાખ ૩૧ હજાર મકાનો માં સરવે કામગીરી કરી છે. જેમાં ર૬ લાખ ૪પ હજાર નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. સરવે કામગીરી દરમ્યાન તાવ, શરદી, ખાંંસીના પર૪પ દર્દી મળી આવ્યા છે. જ્યારે ૧પ૩ નાગરિકો વિદેશ યાત્રાએ જઈને આવ્યા હોવાની વિગતો જાહેર થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનની મોબાઈલ મેડીકલ વાન દ્વારા ૭પ દર્દીઓને વધુ શારીરિક તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. ડોર ટુ ડોલર સરવે કામગીરીની સાથેસાથે ૧ લાખ ૯પ હજાર ઘરોમાં ડીસઈન્ફેક્શનની કામગીરી પણ કરવામાં આવી છે. સરવેમાં કુલ ૧૧૧૧ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ તથા ગીચ વસ્તીમાં સરવે ચાલી રહ્યો છે.
મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વઝોનમાં ૧૩૪ ટીમ દ્વારા ર૦૯ વિસ્તારોમાં સરવે કરવામાં આવી રહ્યો છે. પૂર્વઝોનમાં સરવે દરમ્યાન ૧૯૬૦ નાગરિકોમાં શરદી, ખાંસી, તાવના લક્ષણ જાહેર થયા હતા. જ્યારે વિદેશયાત્રાએ જઈ આવેલા ૩ર લોકોની પણ શોધ કરવામાં આવી છે. પૂર્વઝોનમાં ૧ લાખ ૭૭ હજાર મકાનો અને ૭ લાખ ૭૮ હજાર નાગરિકોને સરવેમાં આવરી લેવામાં આવ્યા છે.
પશ્ચિમ ઝોનમાં ૧૦૦ ટીમ દ્વારા ૧૪૦ વિસ્તારના સરવે કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં ૪૬પપપ મકાનો અને ૧ લાખ પ૬ હજાર નાગરિકોને સરવે દરમિયાન અવારી લેવામાં આવ્યા છે. જેમાં ૬૧૯ શંકાસ્પદ દર્દી તથા વિદેશ યાત્રાએ જઈને આવેલા ૦૭ નાગરિકો મળી આવ્યા છે. ઉત્તર ઝોનમા ૧૭૯ ટીમ દ્વારા ર૦૩ વિસ્તારોમાં સરવે થઈ રહ્યો છે. જેમાં ૧ લાખ મકાનો અને પાંચ લાખ નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે. સરવે દરમ્યાન તાવ, શરદીના ૭૭પ દર્દી મળી આવ્યા છે. જ્યારે મેડીકલ વાનની તપાસમાં ર૪ દર્દીને રીફર કરવામાં આવ્યાછે.
દક્ષિણ ઝોનમાં ૪૧ ટીમ દ્વારા ર૩૧ વિસ્તારોનો સરવે થઈ રહ્યો છે.ફ ૦૭ માર્ચ સુધી ૧ લાખ ૩૧ હજાર મકાનો અને ૪ લાખ ૯ર હજાર નાગરિકોમાં તપાસ પૂર્ણ થઈ છે. જે દરમ્યાન પપ૩ શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે જ્યારે મેડીકલ વાન દ્વારા ૩ર દર્દીઓને રીફર કરવામાં આવ્યા છે. મધ્યઝોનમાં ૮૭ ટીમ ૧૩૩ વિસ્તારોમાં કામ કરી રહી છે. ૬૬૭૧૭ મકાનો અને ૩ લાખ ૧૮ હજાર મકાનોનો સરવે થઈ ચૂક્યો છે. જે દરમિયાન શરદી, ખાંસી, તાવના લક્ષણ ધબરાવતા ર૭૭ દર્દી મળી આવ્યા છે. ઉત્તર-પશ્ચિમઝોનમાં ૧૦૩ ટીમ દ્વારા ૧૦૦ વિસ્તારોમાં સરવે થઈ ચાલી રહ્યો છે.
૭ માર્ચ સુધી પ૦૯૮ર મકાનો અને ર લાખ ૦પ હજાર નાગરિકોના સરવે થઈ ચૂક્યા છે. જેમાં શંકાસ્પદ ૮૪૮ દર્દી મળ્યા છે. જ્યારે વિદ્યેશયાત્રાની હીસ્ટ્રી ધરાવતા ૯૮ નાગરિકો મળી આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૬૮ ટીમ દ્વારા ૯પ વિસ્તારોમાં સરવે થઈ રહ્યો છે. જ્માં પ૦૯૮ર મકાનો અને બે લાખ નાગરિકોના સરવે પૂર્ણ થયા છે. સરવે કામગીરી દરમ્યાન તાવ, શરદી, ખાંસીના ર૧૩ દર્દી મળી આવ્યા છે. જ્યારે વિદેશ યાત્રાનો ઈતિહાસ ધરાવતા ૧૩ નાગરિકોની વિગતો પણ જાહેર થઈ છે. ડોર ટુ ડોર સરવે દરમ્યાન વિદેશયાત્રાનો ઈતિહાસ ધરાવતા ૧પ૩ નગારિકો જાહેર થયા છે.