ભરૂચમાં કોંગ્રેસ દ્વારા ૨૦ જેટલા રાજીનામા સ્વીકારવામાં આવતા ખળભળાટ.
ભરૂચ શહેર કોંગ્રેસમાંથી રાજીનામા આપવાનો મામલો -મોબ લિંચિંગ વિરોધી રેલી રદ્દ થતા તેમજ રથયાત્રા પર થયેલ પથ્થર મારા ના મુદ્દે રાજીનામા આપ્યા હતા.
ભરૂચ, ભરૂચ શહેર કોંગ્રેસ માંથી રાજીનામાં આપનાર ૨૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકરો ના રાજીનામાં જીલ્લા કારોબારી સમિતિ ની સંકલન બેઠક માં સ્વીકારી લઈ આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે સસ્પેન્ડ કરવાની ચીમકી પણ અન્યો ને આપવામાં આવી છે.
આ બાદ ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ સહીત ની કામગીરી ધરાઈ હતી.પરંતુ તેમ છતાં મામલો થાળે ન પડતા આ મુદ્દે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતા માં જીલ્લા કોંગ્રેસ ની કારોબારી સમિતિ ની સંકલન બેઠક મળી હતી.આ બેઠક માં હોદ્દા અને કોંગ્રેસ માંથી રાજીનામા આપનાર તમામ ૨૦ કાર્યકરો ના રાજીનામાં નો સ્વીકાર કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા એ આ અંગે ની માહિતી આપતા જણાવ્યું હતું કે ભવિષ્ય માં પણ આ રીતે કોંગ્રેસ વિરોધી કોઈપણ નિવેદન કે પ્રક્રિયા કરવામાં આવશે તેઓ સામે સસ્પેન્ડ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
આમ ભરૂચ શહેર કોંગ્રેસ માં થયેલ ભડાકા બાદ એક્શન માં આવી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે શિસ્ત નો કોરડો વીંઝી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કોંગીજનો ને શાન માં સમજી જવાનો ઈશારો જરૂર આપ્યો છે ત્યારે આ એક્શન બાદ શું રિએક્શન આવે છે કે કેમ અને આવે છે તો શું આવે છે તે જોવું રહ્યું.