સહકારી અગ્રણી દેસાઇપુરા જીનના ચેરમેન વિઠ્ઠલભાઇ લધાભાઇ પટેલનુ નિધન
 
        મોડાસા, સહકારી ક્ષેત્ર તેમજ સામાજિક ક્ષેત્રના પીઢ અગ્રણી કે જેઓની રાજકીય કુનેહ ની નોંધ લઇ શકાય એવા અને સર્વે જ્ઞાતિઓમાં લોકપ્રિય અને ધી દેસાઇપુરા સહકારી જીનના ચેરમેન શ્રી, ધી કાનપુરાકંપા સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી તેમજ બાયડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈના દાદા વિઠ્ઠલભાઇ લધાભાઇ પટેલનુ તા. 2/6/2019 ને રવીવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.
આદરણીય પૂ. વિઠ્ઠલદાદાના નિધનના સમાચાર જાણી ઉડા દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છું.તેઓ અરવલ્લી-સાબરકાંઠાના સહકારી ક્ષેત્રે ખૂબ જ સક્રિય રહી વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું છે.તેમના નિધનથી સહકારી ક્ષેત્રમાં સારા અનુભવી સહકારી અગ્રણીની બન્ને જિલ્લાઓને ખોટ પડી છે.પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ આપે એ જ ઈશ્વરને પ્રાર્થના..!!!

 
                 
                 
                