Western Times News

Gujarati News

ભાંગ્યું તુટ્યું ગુજરાતી બોલી શકતા જિતેનભાઇ મંડલે કહ્યુ ‘’ સાહેબ મારા ઘરમાં અનાજનો એકેય દાણો નથી અને બાળક ભુખ્યું છે. ‘’

જિલ્લા વહીવટીતંત્રે સાણંદ ખાતે ફેક્ટરીમાં શ્રમજીવીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા બાળક માટે દૂધ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રી પહોંચતી કરી.

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે.ત્યારે મહાનગરોની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમા પણ કોઇ જરુરિયાતમંદ હોય એને તાત્કાલિક સહાય પહોચાડવામાં અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર મોખરે રહ્યુ છે.

અમદાવાદ જિલ્લાના પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી દ્રારા સંચાલિત કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇન નંબર પર પશ્ચિમ બંગાળના સાંસદ શ્રી જ્યોતિમય સિંહ મહંતો પુરુલિયાનો ફોન આવે છે અને જણાવે છે કે મૂળ પશ્ચિમ બંગાળના તેમના મત વિસ્તારના જિતેનભાઇ મંડલ જેઓ અમદાવાદ જિલ્લાના મુ. નવાપુરા તાલુકો સાણંદ ખાતે ફેક્ટરીમાં શ્રમજીવી તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં પતિ-પત્ની અને ૮ માસનું બાળક છે તેમને તાત્કાલિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને બાળક માટે દૂધ સત્વરે મળી રહે તેવી વ્યવ્સ્થા કરવા વિનંતી કરી હતી.

અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડો.કિરીટભાઈ સોલંકીએ જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુને સમગ્ર વિગતોથી માહિતગાર કર્યા અને જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા તાબડતોબ કામગીરીના ભાગરુપે શ્રમજીવી જીતેન્દ્ર મંડલનો સંપર્ક કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અનાજની કીટ તથા બાળક માટે દૂધ, તથા દૂધનો નો પાવડર , તેમજ વિવિધ ખાદ્ય સામગ્રી શ્રમજીવીને તાત્કાલિક અસરથી તેમના ઘેર જઇને પહોંચતી કરી હતી. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલતા અને માનવીય અભિગમનો વધુ એક્વાર ચિતાર તાદ્ર્શ્યમાન થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.