ઓનલાઇન વેપારને મંજૂરી આપવાનો ચેમ્બર ઓફ કોમર્સ હળવદનો વિરોધ
જીજ્ઞેશ રાવલ દ્રારા)હળવદ, ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન વેપાર માટે મંજૂરી આપવાનુ વિચારણામા હોય તેવા સમાચાર મીડિયા મારફતે જાણવા મળ્યા છે,જોતે સાચા હોય તો તે બાબતે હળવદ ચેમ્બર ઓફ કોમર્સ નો સખ્ત વિરોધ છે,તેમ પ્રમુખ ધનશ્યામભાઈ દવે એ હળવદ મામલતદારને એક પત્ર પાઠવી જણાવેલ છે.જેની નકલ મુખ્યમંત્રીને પણ પાઠવવામા આવેલ છે.જેમા પ્રમુખે જણાવ્યા મુજબ નાના નાના વેપાર લોકડાઉનના કારણે બંધ છે ગુજરાત વેપાર ઉધોગ નું હબ છે.
જેની મુખ્ય કરોડ રજ્જુ નાના નાના વેપારી ઓ છે કે જેના પર અનેક પરિવારો નભી રહ્યા છે, લોક ડાઉનમા એક હરફ ઉચ્ચાર્યો વગર સરકારે લીધેલા તમામ નિર્ણયો સ્વીકારી સરકાર ની સાથે કદમ મિલાવીને સાથ આપેલ છે તે વાત ધ્યાન માં રાખીને બજારની પહેલા ઓનલાઇન વેપાર ચાલુ થાય તો માર્કેટ ના નાના મોટા તમામ વેપારીને નુકસાન જાય એટલુજ નહિ તમામ વેપારીઓને નુકસાન થાય તેમ છે.
ગુજરાતના કરોડો રૂપિયાની ગુજરાતની કરોડો ની જનતા ને નુકસાન જવાની ભીતિ છે એટલુજ નહિ લોક ડાઉન પછી મહિના ઓ સુધી વેપારી બેઠો ન થઈ શકે સરકારને પણ ઢગલા બંધ ટેક્સ વેપારી મારફતે મળે છે વેપારી હંમેશા સરકારની સાથે છે ,ઓન લાઈન વેપારના કારણે રિટેલરને બહુ નુકસાની વહોરવી પડે માટે તમામ પહેલું ને ધ્યાનમા રાખી રિટેલ વેપારની પહેલા ઓનલાઇન વેપારને મંજૂરી ન આપવામા આવે તેવી અમારી વિનંતી છે. (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)