ભારતીય સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ કોરોનાવાયરસ વિશે જાગૃતિ ફેલાવવા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કર્યો
જયપુર: યુવાનોને કુશળ બનાવવાન માટે પ્રસિદ્ધ ભારતીય સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નોવેલ કોરોનાવાયરસ વિશે જાગૃતિ લાવીને સહભાગી બનીને દેશને મદદ કરવા પ્રયાસ કરી રહ્યાં છે. બીડીએસયુના સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપ સ્કિલ્સના વિદ્યાર્થીઓએ વીડિયો સોંગ ‘સાથ દેદે સારા ઇન્ડિયા, તો મુસ્કુરાયેગા ઇન્ડિયા’ કોરોના સામે સાવચેતી રાખીને લડવાની સલાહ આપી હતી. આ ગીત એવી સ્થિતિ વિશે જણાવે છે, જેમાં આપણે છઈએ અને ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરે છે.
કોવિડ-19 રોગચાળાને નિયંત્રણમાં લેવા ભારતીય શહેરોમાં લોકડાઉનની દરેક વ્યક્તિ પર પ્રત્યક્ષ કે પરોક્ષ એક યા બીજી અસર થઈ છે, જેના પગલે વ્યક્તિની માનસિક ચિંતા કે હતાશામાં વધારો થયો છે. અમારા વિદ્યાર્થીઓએ આ સુંદર પહેલ હાથ ધરીને હાલની ચિંતાજનક સ્થિતિમાં આશા જન્માવવાનો પ્રયાસ કરીને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.
બીએસડીયુનાં પ્રેસિડન્ટ પ્રોફેસર અચિંત્ય ચૌધરીએ કહ્યું હતું કે, “આ પ્રકારની ચિંતાજનક સ્થિતિમાં દરેક પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે અને અમારા વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિકો છે, જેઓ તેમના દેશના ભાઈઓ અને બહેનોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
બીએસડીયુની સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપ સ્કિલ્સના પ્રિન્સિપલ પ્રોફેસર રવિ કુમાર ગોયલે કહ્યું હતું કે, “જ્યારે આપણે રાષ્ટ્રીય લોકડાઉન (રોગચાળા સામે લડવા)માંથી પસાર થઈ રહ્યાં છીએ, ત્યારે આ મહત્ત્વપૂર્ણ સમયમાં પોઝિટિવ રહેવાની જરૂર પડશે. બીએસડીયુની સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપ સ્કિલ્સનાં વિદ્યાર્થીઓએ ગીતના માધ્યમથી કોવિડ-19 રોગચાળામાં દેશવાસીઓને પ્રોત્સાહન આપવા અને દેશને મજબૂત રાખવાનો પ્રયાસ
કર્યો છે.”