Western Times News

Gujarati News

એમેઝોન દ્વારા એમેઝોન પ્રોગ્રામ પર લોકલ શોપ્સ લોન્ચ કરાયું

· ભારતભરમાં 5000થી વધુ લોકલ શોપ અને રિટેઈલરોએ આ પ્રોગ્રામ માટે નોંધણી કરાવી. સેંકડો આ પડકારજનક સમયમાં ગ્રાહકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચી રહ્યા છે.

· સ્થિતિ સામાન્ય થઈ ગયા પછી ગ્રાહકો ઘેરબેઠાં આરામથી તેમના લોકલ શોપ્સમાંથી ખરીદી કરી શકશે અને વ્યાપક પસંદગી, ઝડપી ડિલિવરીઓ તેમ જ અંતર્ગત મૂલ્યવર્ધિત સેવાઓનો લાભ લઈ શકશે.

એમેઝોન.ઈન દ્વારા આજે લોકલ શોપ્સ ઓન એમેઝોન લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ સર્વ આકારના લોકલશોપ્સ અને રિટેઈલરો માટે ઈ-કોમર્સના લાભો આપે છે. તે ડિજિટલ હાજરી સાથે મોજૂદ ફૂટફોલ્સ વધારવામાં મદદરૂપ થાય છે અને તેમની સામાન્ય પહોંચની બહાર પહોંચનું વિસ્તરણ કરે છે. આ પ્રોગ્રામના ભાગરૂપે એમેઝોન ભારતભરમાં સર્વ આકારના લોકલ શોપ્સ અને રિટેઈલરોને ઓનલાઈન વેચવાની શક્તિ આપવા માટે તેની ટેકનોલોજી, તાલીમ અને અભિમુખતાનો ઉપયોગ કરશે.

લોકલ શોપ્સ ઓન એમેઝોન પર જોડાનારા દુકાનદારો શહેરમાં ઝડપથી ડિલિવરી કરવા માટે તેમના મોજૂદ ડિલિવરી સેટઅપ્સનો ઉપયોગ કરશે અને એમેઝોનના ફુલફિલમેન્ટ એરિયાનો ઉપયોગ કરીને તેમના સેવાક્ષમ વિસ્તારોનું વિસ્તરણ કરવાનું પસંદ કરી શકે છે. ઉપરાંત આ શોપ્સ એમેઝોનના અન્ય પ્રોગ્રામ્સમાં પણ સાઈન અપ કરી શકે છે, જેમાં આઈ હેવ સ્પેસ ટુ એક્ટ એઝ ડિલિવરી અને પિકઅપ પોઈન્ટ્સ અને એમેઝોન ઈઝીનો સમાવેશ થાય છે, જેને કારણે તેમના વોક-ઈન ગ્રાહકોને વધારાની આવક કમાણી કરવા માટે વિસ્તારિત પસંદગીઓ આપશે. ભારતભરના લગભગ 5000 સ્થાનિક દુકાનદારો અને રિટેઈલરોએ આ પ્રોગ્રામ માટે નોંધણી કરાવી દીધી છે અને સેંકડો આ પડકારજનક સમયમાં ગ્રાહકોને જીવનજરૂરી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.

ઓનલાઈન અને ઓફફલાઈન શોપિંગ અનુભવનું શ્રેષ્ઠતમ એકત્ર લાવવા માટે આ પ્રોગ્રામ ગ્રાહકોને તેમના ઘરમાંથી આરામથી તેમની નજીકના તેમના મનગમતા લોકલ શોપ્સમાંથી ખરીદી કરવામાં મદદરૂપ થાય, વ્યાપક પસંદગીનો લાભ મળે, ઝડપી ડિલિવરી મળે અને ડેમો અને ઈન્સ્ટોલેશન જેવી અંતર્ગત મૂલ્યવર્ધિત સેવાઓ મળે, જૂના ફોનથી નવામાં કોન્ટેક્ટ ટ્રાન્સફર જેવા લાભો પ્રાપ્ત કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે વર્તમાન સ્થિતિને લીધે ગ્રાહકો આ પ્રોગ્રામ હેઠળ લોકલ શોપ્સ અને રિટેઈલરો પાસેથી જીવનજરૂરી વસ્તુઓની જ ખરીદી કરી શકશે.

છેલ્લા 6 મહિનામાં એમેઝોન 5000થી વધુ લોકલ શોપ્સ અને ઓફફલાઈન રિટેઈલરો સાથે આ પ્રોગ્રામ માટે પાઈલટ ચલાવી રહી છે. આ રિટેઈલરો ટોપ મેટ્રો સાથોસાથ ટિયર 1 અને ટિયર 2 શહેરો, જેમ કે, બેન્ગલોર, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, પુણે, જયપુર, અમદાવાદ, કોઈમ્બતુર, સુરત, ઈન્દોર, લખનૌ, સહરાનપુર, ફરીદાબાદ, કોટા, વારાણસી વગેરેનાં છે. પાઈલટમાંથી શોપ્સમાં કિચન, હોમ, ફર્નિચર, એપરલ, ઓટોમોટિવ, બ્યુટી, ઈલેક્ટ્રોનિક્સ, સ્પોર્ટસ, ગ્રોસરી, લોન એન્ડ ગાર્ડન, બુક્સ, ટોયઝ, જ્વેલરી, લાર્જ એપ્લાયન્સીસ વગેરે જેવી અલગ અલગ પ્રોડક્ટ શ્રેણીનો સમાવેશ થાય છે.

પ્રોગ્રામનો અગાઉથી હિસ્સો છે તેવા અમારા લોકલ શોપ્સ અને રિટેઈલરોમાં દિલ્હી ઈલેક્ટ્રોનિક્સ પ્લાઝા (કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ, જિલ્હી), માયસ્લીપીહેડ (મેટ્રેસીસ, કૃષ્ણગિરિ), ગ્રીન સાઉલ (ફર્નિચર, મુંબઈ), સંગીતામોબાઈલ્સ (મોબાઈલ ફોન્સ, બેન્ગલુરુ), આર્ય ઓર્ગેનિક પ્રોડક્ટ્સ (ગ્રોસરી કન્ઝયુમેબલ્સ, બેન્ગલુરુ), કમ્ફર્ટ બેડિંગ (બેડિંગ એન્ડ મેટ્રેસીસ, દિલ્હી), શૂ મિસ્ત્રી (શૂઝ કેર, દિલ્હી), ઈલેક્ટ્રો કાર્ટ (દિલ્હી એનસીઆર), મધુરમ ઈલેક્ટ્રોનિક્સ (અમદાવાદ), ધ મેટ્રેસ હબ (દિલ્હી એનસીઆર, ઈલેક્ટ્રોનિક્સ શોપી (દિલ્હી એનસીઆર), અદિથ ઈલેક્ટ્રોનિક્સ, રો પ્રેશરી (બેવરેજીસ, મુંબઈ), વીગેરન્ટી (ગ્રોસરી અને હેલ્થકેર, લખનૌ) વગેરેનો સમાવેશ થાય છે.

એમેઝોન ઈન્ડિયાના સેલર સર્વિસીસના વીપી ગોપાલ પિલ્લેઈએ જણાવ્યું હતું કે લોકલ શોપ્સ ઓન એમેઝોન દેશમાં દરેક પ્રોત્સાહિત વિક્રેતાઓને ભારત અને દુનિયાભરના ગ્રાહકો સુધી પહોંચવા માટે મદદરૂપ થવા અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેના ભાગરૂપ છે. તે બધા આકારના લોકલ શોપ્સ અને રિટેઈલરોને તેમનાં મોજૂદ સંસાધનો અને અસ્કયામતોનો લાભ લેતાં વિશાળ પહોંચક્ષમ ગ્રાહક મૂળ આપે છે. આ સાથે ગ્રાહકોને અખંડ મૂલ્યવર્ધિત સેવાઓ અને પ્રોડક્ટોની ઝડપી ડિલિવરી સાથે તેમનાં શહેરમાં સ્થાનિક દુકાનમાંથી ખરીદી કરવાની સુવિધા આપે છે.

ગોપાલે એમ પણ ઉમેર્યું હતું કે છેલ્લાં થોડાં સપ્તાહોમાં અમે અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યા છીએ. આથી આ સમય સમયમાં અમારા ગ્રાહકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જ પૂરી પાડવા માટે અમે અમારા બધા પ્રયાસો કેન્દ્રિત કર્યા છે. લોકલ શોપ્સ પ્રોગ્રામના સેંકડો રિટેઈલરો ગ્રાહકોની જીવનજરૂરી ચીજવસ્તુઓને પહોંચી વળવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ભારતભરના લોકોને મદદરૂપ થવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્થિતિ સુધરતાં તેઓ લોકોને તેમની આજીવિકા શરૂ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને તેમને માટે લાંબા ગાળાની તકો ખોલી નાખવા માટે મદદરૂપ થવાનું ચાલુ રાખી શકે છે.

આ પ્રોગ્રામ લોકલ શોપ્સ અને રિટેઈલરોને ટેકનોલોજી અપનાવવા અને પોતાને ડિજિટલ અને હાઈબ્રિડ સ્ટોર્સમાં ફેરવવામાં મદદરૂપ થઈ શકે છે. એમેઝોન ઈન્ડિયાએ ભારતભરમાં કોઈ પણ પ્રોત્સાહિત રિટેઈલરો અથવા દુકાનદારોને ઓન-બોર્ડ લેવા અને તાલીમ આપવા માટે પાઈલટનું વિસ્તરણ કરવા માટે રૂ. 10 કરોડ રોકાણ કરવાનું નક્કી કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.