એસ્સાર ફાઉન્ડેશને 2 મિલિયન ભોજન પ્રદાન કરવાની પહેલ સાથે કોવિડ-19 રાહત પ્રયાસોને સઘન બનાવ્યાં
મુંબઈ, લોકડાઉનથી સમાજનાં વંચિત વર્ગોની મુશ્કેલીઓમાં વધારો થાય છે. કેટલાંક ભારતીય રાજ્યોમાં લોકડાઉન લંબાવવાથી આ વર્ગની મુશ્કેલીઓ હળવી કરવા 14 અબજ ડોલરના એસ્સાર ગ્રૂપની સીએસઆર સંસ્થા એસ્સાર ફાઉન્ડેશને ભારતમાં કોવિડ-19 રોગચાળાથી અસરગ્રસ્ત ગરીબો અને જરૂરિયાતમંદોને 1.25 મિલિયન ભોજન પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વધારીને 2. મિલિયન ભોજન પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.
ફાઉન્ડેશને સમાજનાં નબળા સમુદાયોને લગભગ 8 લાખ ભોજન પ્રદાન કર્યું છે, જેમાં બેઘર લોકો, રોજિંદા મજૂરી પર નિર્ભર લોકો, ટ્રાન્સજેન્ડર્સ અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સામેલ છે. એમાંથી દરરોજ 20,000 ભોજન મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડ માટે અંકિત કરવામાં આવ્યું છે. રોજિંદા ભોજન માટેની જોગવાઈ કરવા ઉપરાંત એસ્સાર ફાઉન્ડેશને કોવિડ-19 રાહત પ્રયાસો વધારવા એના અભિયાનનાં ભાગરૂપે નીચેની ચીજવસ્તુઓનું દાન પણ કર્યું છેઃ
• હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો અને બીએમસી વર્કરોને 150,000 માસ્ક (એન95 અને 3પ્લાય) અને સેનિટાઇઝર્સ
• હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનોને 5,000 પીપીઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ)
આ રાહત સામગ્રીનું વિતરણ સમગ્ર મહારાષ્ટ્રમાં થયું છે, જેને રોગચાળાની સૌથી વધારે અસર થઈ છે. ઉપરાંત ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ થયું છે. કોવિડ-19 હોટસ્પોટ તરીકે જાણીતા સાઉથ મુંબઈમાં ફાઉન્ડેશન કેટલીક સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પોલીસ સ્ટેશનોમાં આવશ્યક તબીબી પુરવઠો પ્રદાન કરે છે.
એસ્સાર ફાઉન્ડેશનનાં સીઇઓ અને ગ્રૂપ પ્રેસિડન્ટ – કોર્પોરેટ એચઆર શ્રી કૌસ્તુભ સોનાલ્કરે કહ્યું હતું કે, “ભારતની અગ્રણી કોર્પોરેટ પૈકીની એક કોર્પોરેટ તરીકે અમારે માનવું છે કે, અમારા પ્રયાસો વધારવાની અમારી ફરજ છે. લોકડાઉન લંબાવવાથી આપણા સમાજનાં નબળા વર્ગોના લોકોને સૌથી વધુ અસર થશે.
આ અભૂતપૂર્વ આપત્તિના સમયમાં તેમને અસ્તિત્વ ટકાવવા આપણા સાથસહકારની જરૂર છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે રાજ્ય સરકારનાં વહીવટીતંત્ર સાથે જોડાણમાં ઝડપથી કામ કરી શક્યાં છીએ, કારણ કે અમે મહારાષ્ટ્ર સરકારનાં કોરોના કન્ટ્રોલ સીએસઆર ગ્રૂપ સાથે જોડાણ ધરાવીએ છીએ. એસ્સાર કોવિડ-19 રીલિફ ફંડ સમગ્ર ભારતમાં વંચિત અને નબળા સમુદાયનાં લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે.”
છેલ્લાં 50 વર્ષથી વધારે સમયથી એસ્સાર એની કામગીરીની આસપાસના વિસ્તારોમાં વસતાં સમુદાયો સાથે કામ કરે છે. વર્ષ 2011થી એસ્સાર ફાઉન્ડેશને સુસંગત, વ્યવસ્થિત રીતે સમાજોપયોગી કામગીરી હાથ ધરી છે. એની કામગીરી સહિયારા મૂલ્યની વિભાવનાથી પ્રેરિત છે, જેમાં એસ્સાર સમુદાયો માટે સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા આતુર છે.
એસ્સાર ઊર્જા, માળખાગત સુવિધા, ધાતુ અને ખાણકામ, સર્વિસ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં વ્યાવસાયિક કામગીરી દ્વારા સમુદાયો પર અસર કરે છે. નોન-પ્રોફિટ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાણમાં મહિલા સશક્તિકરણ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ તથા હેલ્થકેર અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં કામ કરીને ફાઉન્ડેશન અત્યારે આઠ રાજ્યોમાં 500 ગામડાઓમાં 500,000 લોકો સુધી પહોંચ્યું છે.