Western Times News

Gujarati News

શહેર ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સાથે થઈ રહેલા ચેડાં

બીનજરૂરી સેનેટાઇઝ ની કામગીરી બંધ કરાવવા માંગણી
અમદાવાદ :    શહેરમાં કોરોના નો વ્યાપ સતત વધી રહ્યો છે તથા માત્ર સાત દિવસમાં જ કોરોના ના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે જેમાં ફ્રન્ટલાઈન warriors નો પણ સમાવેશ થાય છે કોરોના દર્દીઓની સારવાર કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ પોઝિટિવ જાહેર થઇ રહ્યા છે જ્યારે ૪૦ કરતાં વધારે પોલીસ કર્મચારીઓ પણ કોરોના ની ઝપટમાં આવી ગયા છે કોરો નાના કેસ વધે નહીં તેમજ તંત્રની વ્યવસ્થા ખોવાઈ ન જાય તેવા કારણો દર્શાવી મ્યુનિસિપલ કર્મચારી ઓના રિપોર્ટ કરવામાં આવતા નથી તેમ છતાં ૪૦ કરતાં વધારે મ્યુનિસિપલ કર્મચારીઓ પણ આ મહામારીમાં સપડાયા છે જ્યારે સતત એક મહિનાથી hotspot અને રેડ ઝોન વિસ્તારમાં કામ કરતા ફાયર કર્મચારીઓ ની દરકાર મનપા દ્વારા લેવામાં આવતી નથી જેના કારણે ફાયર કર્મચારીઓના મનોબળ તૂટી રહ્યા છે તેમજ જો મોટી સંખ્યામાં ફાયર કર્મીઓ પોઝિટિવ જાહેર થાય તો શહેરની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ ખોરવાઇ શકે છે નરોડા ફાયર સ્ટેશન ના એક કર્મચારી પોઝિટિવ જાહેર થયા બાદ 3 ફાયર સ્ટેશનના સ્ટેશન માસ્ટર પણ ક્વોરેન્ટાઇ થયા છે

અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી કોરોના ના કેસ આવવાની શરૂઆત થઇ છે જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જાહેર રસ્તાઓ ને સેનેટ આઈઝ કરવા ની શરૂઆત કરાવી હતી તે સમયે એમ લાગતું હતું k જાહેર માર્ગ તથા જાહેર મિલકતો પૂરતી જ આ કામગીરી કરવામાં આવશે પરંતુ ધીમે ધીમે આ બાબત રાજકીય રંગ પકડ્યો છે સ્થાનિક રાજકારણીઓ અને કાર્યકરોમાં તેમના વિસ્તાર અને સોસાયટી ને સેનેટઈઝ કરાવવાની જાણે હોડ લાગી હોય તેમ લાગી રહ્યું છે શહેરના hotspot ગણાતા તેમજ અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ વખત સેનેટાઇઝ ની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી કરતા ફાયર કર્મીઓને સુરક્ષાના કોઈપણ સાધન આપવામાં આવતા નથી જેના કારણે તેમની જિંદગી જોખમાઈ શકે છે તદુપરાંત જે દવાનો છંટકાવ થાય છે તે દવાની પણ ઘણી આડઅસરો છે મ્યુનિસિપલ કમિશનર અને હોદ્દેદારો આ બાબતથી વાકેફ હોવા છતા તેનો છંટકાવ કરાવી રહ્યા છે

ચોકાવનારી બાબત એ છે કે એક મહિનાથી ચાલી રહેલી આ કામગીરીના કારણે કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ફાયર ગાડીઓના એન્જિન હવે જવાબ માગી રહ્યા છે જો ભૂલેચૂકે કર્મચારીઓની તબિયત અને ગાડીઓના એન્જિન ખરાબ થશે તેવા સંજોગોમાં અન્ય હોનારતો સમયે યોગ્ય કામગીરી થઈ શકશે નહીં તે બાબત સમજવી જરૂરી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય કર્મચારીઓની જેમ ફાઈલ કર્મચારીઓ પણ કોરોના સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા છે કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ફાયર એમ્બ્યુલન્સ નો ઉપયોગ થાય છે તેવી જ રીતે કોરોના દર્દીનું મૃત્યુ થાય તો તેની ડેડ બોડી લઈ જવાની જવાબદારી પણ ફાયર વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે આ કામગીરી દરમિયાન કર્મચારીઓ સંક્રમિત થઈ શકે છે જેની સીધી અસર અન્ય કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોને પણ થાય તેમ છે આવા સંજોગોમાં who ની ગાઈડલાઈન મુજબ નિયત સમયે તેમના ટેસ્ટ કરવા અનિવાર્ય છે પરંતુ માત્ર વાહ વાહી મેળવવામાં જ રસ હોવાથી મ્યુનિસિપલ કમિશનર અને જવાબદારો આ બાબત તરફ ધ્યાન આપતા નથી

વૈશ્વિક મહામારી વચ્ચે દિવસ રાત કામ કરતા ફાયર કર્મીઓ તથા તેમના કુટુંબીજનોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવી રહ્યા નથી જેના કારણે તેમના મનોબળ તૂટી રહ્યા છે ચાર દિવસ અગાઉ નરોડા ફાયર સ્ટેશનના ડ્રાઇવર પોઝિટિવ જાહેર થયા છે જેના પગલે સ્ટેશન ઓફિસર સહિતનો સ્ટાફ કોલર ટાઈટ થયો છે જ્યારે ડ્રોન દ્વારા દવા છંટકાવ કરનાર એજન્સીના કર્મચારી નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જમાલપુર અને મણીનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પણ corentin થયા છે આવી જ પરિસ્થિતિ રહેશે તો ધીમે ધીમે શહેરના તમામ ફાયર સ્ટેશન ના અધિકારીઓને ક્વોરેન્ટાઇ  થવાની ફરજ પડશે તેથી નજીકના ભવિષ્યમાં ફાયર બ્રિગેડની તમામ સેવાઓને અસર થઈ શકે છે આ સંભવિત પરિસ્થિતિને અટકાવવા માટે તમામ ફાયર કર્મીઓ ના રિપોર્ટ કરાવવા જરૂરી છે સાથે સાથે બિનજરૂરી રીતે ચાલી રહેલ શેર પ્રાઈઝ કામગીરી પણ તાકીદે બંધ કરવામાં હવે તે હિતાવહ છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.