મુંબઈના મેયરને સેલ્યુટ : કોરોના સામેના જંગમાં હોસ્પિટલમાં ફરજમાં જોડાયા
દેશ માં કોરોના નો કહેર વધી રહ્યો છે. આ સંજોગોમાં માત્ર ફિલ્ડ સ્ટાફ જ પ્રજા વચ્ચે જોવા મળે છે જ્યારે બારેમાસ રાજકીય રોટલો શેકનાર લોકો મી.ઇન્ડિયા બની ગયા છે. સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર શોધ્યા મળતા નથી. ત્યારે મુંબઈ ના મેયરે એક અનોખી મિશાલ કાયમ કરી છે. કોરોના ને હરાવવા માટે મુંબઈ ના મેયરે સામાન્ય નાગરિકો નહિ પરંતુ દર્દીઓ વચ્ચે જઇ ને લડવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસ સામેની જંગમાં મુંબઈથી એક અનોખા સમાચાર આવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકર કે જે ભૂતકાળમાં નર્સ હતાં, તેમણે ફરીથી પોતાનો નર્સનો યુનિફોર્મ પહેરીને હોસ્પિટલમાં નર્સની ડ્યુટી શરી કરી દીધી છે.
કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે અને ભારત પણ તેમાંથી બાકાત રહી શક્યું નથી. ખાસ કરીને મહારાષ્ટ્ર સૌથી વધુ પોઝિટિવ કેસ સાથે દેશમાં મોખરે રહ્યું છે અને તેમાં પણ મુંબઈમાં સૌથી વધુ સંક્રમણના કેસ નોંધાઈ રહ્યાં છે.
ત્યારે મેડિકલ ટીમ, સરકારી તંત્ર અને સુરક્ષા દળો જેવા કર્મવીરોની કામગીરી ખરેખર પ્રશંસનીય બની છે.
મેઉ પેડનેકર ભૂતકાળમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં. કોરોનાના ભયની સ્થિતિમાં મેડિકલ ટીમને પ્રોત્સાહન આપવા તેમણે પોતાની નર્સ તરીકેની ફરજમાં પરત ફરવાનો આજે નિર્ણય કર્યો હતો.
બૃહન્ મુંબઈ મહાનગર સંચાલિત નાયર હોસ્પિટલના સ્ટાફને પ્રોત્સાહન આપવા માટે તેમણે પોતાનો જુનો નર્સનો યુનિફોર્મ પહેર્યો અને ફરજ પર હાજર થઈ ગયા. પેડનેકરના આ નિર્ણયની ચોતરફ વાહવાહ થઈ રહી છે, ખરેખર સેલ્યુટ કરવી પડે મુંબઈના આવા મેયરને….