મનપા અન્ય આવશ્યક કામગીરી તરફ પણ ધ્યાન આપે તે જરૂરી
આ સંજોગોમાં કેચપીટો અને મેન હોલ ની સફાઇ કરવી અત્યંત મુશ્કેલ છે.બીજી તરફ અન્ય રાજયોમાંથી આવતો શ્રમિક વર્ગ પણ મળવો મુશ્કેલ છે જેના કારણે pre-monsoon કામગીરી ક્યારે શરૂ થશે તે કેવું મુશ્કેલ છે પરંતુ જો આ કામ વહેલી તકે શરૂ ન થાય તો ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે કોરોના મહામારી નિયંત્રિત કરવા માટે થઈ રહેલી કામગીરી વચ્ચે અન્ય બીમારીઓ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી સૂત્રોએ જણાવ્યા મુજબ એપ્રિલ અને મે મહિનામાં ઝાડા ઉલટીના કેસ ની સંખ્યા માં વધારો થાય છે જ્યારે ચોમાસાની શરૂઆત સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધે છે
આ સંજોગોમાં અન્ય રોગ ના દર્દીઓને પણ તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા થાય તે જરૂરી છે ખાસ કરીને ખાનગી તબીબો પણ lockdown કરીને બેસી ગયા છે જ્યારે સરકારી તંત્ર માત્ર કોરોના તરફ ધ્યાન આપી રહ્યું છે તેથી નાની-નાની બીમારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા તેને પણ નિયંત્રિત કરવી જરૂરી છે lockdown દરમિયાન સરકાર નાના મોટા દુકાનદારોને છૂટ આપી રહી છે ત્યારે મેડિકલ ઈમરજન્સી દરમિયાન ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક ને ચાલુ કરવા માટે પણ ફરજ પાડવામાં આવે તે જરૂરી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું