Western Times News

Gujarati News

બહેરામપુરા વોર્ડ ના કોંગી મહિલા કોર્પોરેટર પણ કોરોના પોઝિટિવ

અમદાવાદ  શહેરમાં કોરોનાના પંજામાં કોંગ્રેસ ના વધુ એક કોર્પોરેટર આવી ગયા છે. જેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.    કોંગ્રેસ પાર્ટી કોરોના ની ઝપટમાં આવી ગઈ છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સારવાર બાદ કોરોના મુક્ત થયા છે.

લગભગ 10 જેટલા કાર્યકરો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોના મહામારી માં  કોંગ્રેસે બદરુદ્દીન શેખ જેવા પીઢ અને અભ્યાસુ નેતા ગુમાવ્યા છે. બદરુદ્દીન શેખ ના અવસાન બાદ તેમના સાથી મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડા નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ બહેરામપુરા વોર્ડ ના મહિલા કોર્પોરેટર ને ગભરામણ ની ફરિયાદ બાદ એસ.વી.પી. ખસેડવામાં આવ્યા હતા. જયા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.