Western Times News

Gujarati News

સામાન્ય તાવ શરદી ઉધરસ જેવા રોગો સામે સારવાર આપતુ સેન્ટર

બાકરોલ સમરસ છાત્રાલય ખાતે કોવીડ કેર સેન્ટર… ૧૧૫ વ્યક્તિઓ સ્વસ્થ થયા ૬૮ હાલ સારવાર હેઠળ

આણંદ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીને કારણે સામે આવતા કોરોના દર્દીઓને વિવિધ તબક્કાવાર સારવાર આપવા માટે કોવીડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ બાકરોલ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. આ સેન્ટરમાં ફરજ ઉપરના તબીબ શ્રી એન.જી. પરમારના જણાવ્યાનુંસાર હાલના સંજોગોમાં કોરોના વાયરસ સંદર્ભે તાવ,શરદી, ઉધરસ અને અન્ય નાની બીમારીઓને સારવાર આપવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં આ સેન્ટરઉપર થી ૧૧૫ વ્યક્તિઓ સારવારલઇ અને સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફરેલ છે.

આણંદ જિલ્લામાં કોરોના વાઇરસના સામે આવી રહેલા કેસોના કારણે કોવીડ કેર હેલ્થ સેન્ટર ઉપર જિલ્લા કલેકટરશ્રી આર.જી.ગોહીલે આ સેન્ટર ઉપર જરૂરી તબીબો, અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની ફરજ સોંપવામાં આવી છે અને આ સેન્ટરોને સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આવ્યા છે.

બાકરોલ સમરસ છાત્રાલયના કોવીડ કેર સેન્ટર બે સેન્ટર ઉપર ૬૮ દર્દીને રાખવામાં આવ્યા છે આણંદ જિલ્લાના કોવીડ કેર હેલ્થ સેન્ટર, બાકરોલ ઉપર દાખલ કરવામાં આવેલા તમામ દર્દીને સવારે ચા નાસ્તો, ભોજન પૂરું પાડવામાં આવે છે. સુવિધાયુક્ત રહેવાનું અને બે સમય ભોજન વ્યવસ્થા સાથે બાળકોને પણ દૂધ , અને પોષક આહાર આપવામાં આવે છેઆ કોવીડ કેર હેલ્થ સેન્ટર દર્દીને થતા સામાન્ય તાવ શરદી અને અન્ય રોગો સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આહાર અને ઔષધ, ઉકાળા આપવામાં આવે છે જેના કારણે જેઓની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.