Western Times News

Gujarati News

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના થાય તે માટે એસો. પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

જ્યાં નાગરિકો વધુ ભેગા થાય તેવા સેન્ટરો ઉપર આરોગ્ય ની કાળજી માટે વ્યવસ્થા કરવી…

સેનેટાઇજના સાધનો, માસ્ક ,હાથ ધોવા ,એક બીજા થી અંતર, આર્યુવૈદિક ઉકાળા, હોમીયોપેથી,આયુષની દવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે- સચિવ શ્રી સંદીપ કુમાર અને કલેકટર શ્રી આર.જી ગોહીલે માર્ગદર્શન કર્યું….

આણંદ જિલ્લામાં આગામી આવનારા સમયમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થાય અને લોક ડાઉન હળવું થાય તેવા સંજોગોમાં ફરી પાછું સંક્રમણ ના થાય અને જ્યાં જ્યાં વધુ નાગરિકો ભેગા થઈ શકે તેવા સુપર સ્પ્રેડર સેન્ટરો ઉપર એડવાન્સમાં જ આરોગ્યની કાળજી લેવાય તેવી તમામ વ્યવસ્થા ગોઠવવા અને અંગે સહમતી સમજણ કેળવવા આણંદ જિલ્લામાં ખાસ ફરજ ઉપરના સચિવશ્રી સંદીપ કુમારના અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લાના મેડિકલ એસો,. વહેપારી એસો., બજાર એસો., રીક્ષા , દૂધ મંડળી, પેટ્રોલ પમ્પ, ગેસ એજન્સી, મંડળીઓ, શાક માર્કેટ, યાર્ડ, દુકાનો સહિતના એસોના પ્રતિનિધિશ્રીઓની એક બેઠક કલેકટર કચેરી ખાતે મળી હતી.

આ બેઠક માં કલેકટર શ્રી આર.જી.ગોહિલ, ડી.ડી. ઓ શ્રીઆશિષ કુમાર, આર.એ. સી શ્રી ઠાકોર ,જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા, સહીત અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા,અબેઠક માં સચિવ શ્રી સંદીપ કુમાર અને કલેકટર શ્રી આર.જી. ગોહીલે ઉપસ્થિત તમામ ને માર્ગ દર્શન કર્યું હતુંઆગામી સમયમાં કોરોના વાઇરસમાંથી મુક્તિ મળે અને લોક ડાઉન હળવું થાય તેવા સમયે નાગરિકો ની કાળજી લેવા પોતાનો સહકાર મળી રહેશે અને જરુરી વ્યવસ્થા માં સહયોગ આપવા સહમતી સાથેએસોસિયેશન ના પ્રતિ નિધિ શ્રી ઓ એ પણ પોતાના તરફ થી સારા સૂચનો પણ કર્યા હતા

આવનારા સમયમાં લોક ડાઉન હળવું થાય તો આવા સેન્ટર ઉપર સેને ટાઇ જ , એકબીજા થી અંતર, હાથ ધોવા માટે વ્યવસ્થા,અને માસ્ક રાખવા , અને સેન્ટર ઉપર આવતા નાગરિકો ના આરોગ્યની કાળજીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેનું પણ બેઠકમાં માર્ગદર્શન કરવામાં આવ્યું હતું,આજે યોજાયેલી બેઠકમાં એસો.અને જિલ્લા વહીવટી તંત્રજિલ્લા પુરવઠા વિભાગ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આજની બેઠકમાં હોમીઓપેથી, આર્યુવૈદિક તબીબો ,પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં તમામ એસો.તરફ થી ટૂંક સમયમાં માંજ આણંદ જિલ્લાની જનતાના હીતમાં પોતાના તરફથી થનાર વ્યવસ્થા અંગે પોતાની વ્યવસ્થાની વિગતો જિલ્લા વહીવટી તંત્રને આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.