ગર્લ્સને ઘરે રહીને માસ્ક બનાવવાની પ્રેરણા મળી
આણંદઃ સર્વગ્રાહી મહામારી કોરોનાની સંક્રમણનો ફેલાવો થતો રોકવા માટે માસ્કએ અનિવાર્ય અને અભિન્ન અંગ ગણાય છે. કોવીડ-૧૯ નાં એકસ-એનસીસી યોગદાન કાર્યક્રમ હેઠળ ઘરે જ રહીને માસ્ક બનાવી દેશ સેવા કરવા માટે મને ફોન દ્વારા જાણ કરવામાં આવી. માત્ર ૩ જ દિવસમાં તૈયાર થઇ શકે અને જરીરિયાતમંદને આપી શકાય તેટલા પ્રમાણમાં સિલાઈ મશીનનો ઉપયોગથી સુતરાઉ કાપડના માસ્ક બનાવવાનું કામ બહુ જ પડકાર રૂપ અને દેશ સેવાની ભાવનાથી કરવાનું હોઈ ઘણી જ ખુશી સાથે મેં પૂરું કર્યું.
મેં અને બીજાં કેડેટસે જે માસ્ક બનાવીને જીલ્લા સેવા સદન, આણંદમાં ગર્લ્સ કેડેટ્સ આપ્યાએ જાણ આણંદ મત વિસ્તારના સાંસદશ્રી મિતેશભાઈ પટેલે યુનિટમાં પૂછપરછ કરીને ત્રણેય ગર્લ્સનાં ફૉન નંબર સાથે વિસ્તૃત માહિતી સી.ઓ.સર પાસેથી લીધી અને સીનીયર જી. સી. આઇ શ્રી પન્ના જોષી દ્વારા મને જાણ થઇ કે સાંસદશ્રી અમારી સાથે વાત કરીને અમને શાબાશી આપવા માગે છે.
અને ખરેખર સાસદશ્રી મિતેશભાઈ(બકાભાઈ) પટેલનો મારા પિતાજી નામોબાઈલ ઉપર ફોન આવ્યો, “તમે શ્રુતિ પરમાર બોલો છો? હું આણંદ નાં સાંસદ મિતેશભાઈ બોલું છું, તે દેશ સેવાનું બહુઉમદા કાર્ય કર્યું છે. મને ગર્વ છે કે મારા જીલ્લા ની દીકરી એ કોરોના ની લડત માટે આવું સારું કાર્ય કરવામાં યોગદાન આપ્યું.શાબાશ બેટા.તમારે કઈ પણ કામ માં હું તમને મદદરૂપ થઇ શકું તો મને કહેજે. ભવિષ્યમાં પણ આમ જ દેશ સેવાનાં કાર્યમાં સહયોગ આપશો.”
હું તો શ્રી મિતેશભાઈનાં ફોન થી અભિનંદન માટે ની વાત થી જ બહુ પ્રભાવિત થઇ અને સાથે ખુશી અને આશ્ચર્ય પણ થયું કે આટલાં મોટા પ્રભાવશાળી વ્યક્તિ મને શાબાશી આપવા અને પોતાનાથી નાની વ્યક્તિનું કેટલું ધ્યાન અને સમ્માન કરે છે .મારી સાંસદ શ્રી સાથે વાત થી મારી જેમ જ બીજા કેડેટ્સ પણ દેશ સેવા કરવા ઘણાં જ પ્રોત્સાહિત અને ગર્વિત થયાં છે.