Western Times News

Gujarati News

આણંદથી બિહાર – પરપ્રાંતી મુસાફરો માટે રવાના થયેલ સ્પે. ટ્રેનમાં ફૂડ પેકેટ વિતરણ

આણંદઃ આણંદ રેલ્વે સ્ટેશનેથી બિહારના મુજફ્ફરપુર સુધીની સ્પેશીયલ ટ્રેન મારફતે જતાં બિહારના ૧૧૯૦ જેટલા શ્રમિકો-મુસાફરોને લોક્સભા સાસંદ મિતેષભાઇ તથા જિલ્લા પ્રશાસનના અનુરોધથી પૂર્વ જીલ્લા પ્રમુખ બબલભાઇ, પુર્વ મંત્રી રોહિત પટેલ અને રૂટ્સ ફાઉંડેશનના તનુજ પટેલ દ્વારા ફૂડ પેકેટ અને મીનરલ વોટરની બોટલોનું રેલ્વે સ્ટેશન ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આણંદ પ્રાંત અધિકારીશ્રી, રેલ્વેના અધિકારીઓ તથા પોલીસ વિભાગ દ્વારા સુંદર સંકલન સાધી કોરોના અંગેની સાવચેતીના તમામ પગલાંઓ લઇ શ્રમીકો/મુસાફરોને આ સ્પેશીયલ ટ્રેનમાં પોતાના વતનના રાજયમાં રવાના કરવામાં આવ્યા હતા.

આણંદ નગરપાલીકા તરફથી પણ સદર પરપ્રાંતીય શ્રમીકો/મુસાફરોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વમંત્રી રોહિતભાઇ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ બબલભાઇ, આણંદ નગરપાલીકા પ્રમુખ કાંતિભાઇ ચાવડા, પ્રાંત અધિકારી જે.સી.દલાલ અને મનીષાબેન બ્રહ્મભટ્ટ, ડી. આર. પટેલ, શહેર મામલતદાર કેતનભાઇ રાઠોડ, રેલ્વે તથા તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.