ઝઘડીયા તાલુકાના ચાર ગામોની હદ સીલ કરવામાં આવી
વાલીયા તાલુકાને અડીને આવેલા ધારોલી, મીઠામોરા, માલજીપુરા,હરીપુરા ગામોની હદ સીલ થઈ.- વાલીયા તાલુકાના રૂપનગર ખાતેના રાજ્ય અનામત પોલીસ દળ ખાતે બે એસઆરપી જવાનોનાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા પગલાં લેવાયા.
ભરૂચ, વાલીયા તાલુકાના રૂપનગર રાજ્ય પોલીસ અનામત દળના બે એસઆરપી જવાનો જે અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા તેમના કોરોના પોઝિટિવ કેસ આવતાં ઝઘડિયા તાલુકાના ધારોલી,માલજીપુરા, મીઠામોરા,હરીપુરા ગામોની હદોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.ગામમાં પ્રવેશતા તમામ રસ્તાઓ બંધ કરી ફક્ત એક જ રસ્તો ચાલુ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે.
કોરોનાનો ફેલાવો હવે શહેરોની હદો વટાવી ગામડાઓમાં પ્રવેશી ચૂકયો છે.તંત્ર દ્વારા લોકડાઉનમાં છુટછાટ આવવાના કારણે પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓને નકારી શકાય એમ નથી.વાલીયા તાલુકાના રૂપ નગર ખાતે આવેલ રાજ્ય અનામત પોલીસ દળના એસ.આર.પી જવાનો લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યભરમાં ફરજ બજાવતા હતા.રાજ્યભરમાં ફરજ બજાવતા એસઆરપી જવાનો પૈકીના રૂપ નગરના અમદાવાદ ખાતે ફરજ બજાવતા બે જવાનો કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
બે જવાનોના કેસ પોઝિટિવ આવતા રૂપનગરની આજુબાજુ ગામોની હદો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.વાલીયા તાલુકા ઉપરાંત ઝઘડિયા તાલુકાના ધારોલી,મીઠામોરા,હરીપુરા,માલજીપુરા ગામોની હદો સીલ કરવામાં આવી છે.તંત્ર દ્વારા ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ બંધ કરી ફક્ત એક જ રસ્તો ચાલુ રાખવાનું સૂચન સ્થાનિક તંત્રને કરવામાં આવ્યું છે. રૂપ નગર ખાતે એસ.આર.પી જવાનને કોરોના પોઝિટિવ આવતા વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકા કોરોનાનો પગ પેસારો થશે તેવી દહેશત લોકોમાં વ્યાપી જવા પામી છે.