Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં મૃતક કોરોનાગ્રસ્ત મહિલાના દાગીના અને ફોન ગુમ

મહિલાના પતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નાંધાવેલી ફરિયાદ – સ્થાનિક કોર્પોરેટરે પણ પોલીસ કમિશ્નર અને સરકાર સમક્ષ લેખીત રજૂઆત કરી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થવા સાથે કેટલીક ગંભીર સમસ્યાઓ પણ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં સિવિલ હોÂસ્પટલ અને એસવીપીમાં સારવાર આપવામાં આવી રહી છે. અને આ બન્ને હોÂસ્પટલોમાં મોટા ભાગના બેડ ભરાઈ ગયા છે. સરકાર દ્વારા અપાતી સારવારના કારણે આ હોÂસ્પટલોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લઈ રહ્યાં છે આ દરમિયાનમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી આધેડ મહિલાને કોરોના આવતા તેને સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યાં તેનું મૃત્યું નિપજ્યું હતું

અંતિમ ક્રિયાની કેસેટ તેના પતિને આપવામાં આવી હતી. અંતિમ વિધિ દરમિયાન આ મહિલાએ પહેરેલા સોનાના દાગીના તથા તેનો મોબાઈલ ફોન લાપત્તા જણાતા પતિએ આ અંગે સિવિલ હોÂસ્પટલના સત્તાવાળાઓ વિરૂધ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સનસનાટી મચી ગઈ છે. સ્થાનિક કોર્પોરેટરે પણ આ બાબતને ગંભીર ગણી દર્દીઓના કિંમતી માલસામાનની સાચવણી અંગે લેખિત રજૂઆત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરની સિવિલ હોÂસ્પટલ અને એસવીપી હોÂસ્પટલમાં સૌ પ્રથમ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેના પગલે આ બન્ને હોÂસ્પટલોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા મફત સારવાર આપવામાં આવી રહી છે. બન્ને હોÂસ્પટલોમાં કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરાયા બાદ તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવતી હતી. કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા ઘણાં દિવસથી ડોર ટુ ડોર સરવેની કામગીરી ચાલી રહી છે. અને તેમાં સંખ્યાબંધ કેસો બહાર આવ્યા છે. ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી માસ સ્પ્રેડર ગણાતા ફેરિયાઓના પણ રિપોર્ટ કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી પ૪ વર્ષની આધેડ મહિલાને શરદી ઉધરસ થતાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન તંત્ર દ્વારા આ આધેડ મહિલાનો ટેસ્ટ કરાયા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે આ આધેડ મહિલાને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોÂસ્પટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાનમાં તેની Âસ્થતિ વધુ નાજુક બનતાં આખરે મહિલાએ અંતિમ શ્વાસ લીધો હતો.

મહિલાના મૃત્યુ બાદ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ આ મહિલાની અંતિમવિધિ કરવામાં આવી હતી. મહિલાની અંતિમ વિધિ સમયે તેના શરીર ઉપર પહેરેલા સોનાના દાગીના જણાયા ન હતા આ ઉપરાંત તેની પાસેનો મોબાઈલ ફોન પણ ગાયબ હતો પતિએ આ અંગે સૌ પ્રથમ પૂછપરછ કરી હતી પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હતો. તેના પરિણામે આખરે મૃતક મહિલાના પતિએ આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉંઠયા છે.

આવી ઘટનાઓને અટકાવવા માટે તાત્કાલીક પગલા ભરવાની માંગણી થઈ છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ સિવિલ હોÂસ્પટલના સત્તાવાળાઓ તથા પોલીસ કમિશ્નરને લેખીતમાં પત્ર લખી હોÂસ્પટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓના કિંમતી મુદ્દામાલની જાળવણી કરવામાં આવે. કોર્પોરેટરના પત્ર બાદ અને મૃતક મહિલાના દાગીના ગુમ થવાથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ અગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એકબાજુ ડોકટરો કોઈપણ જાતની પરવા કર્યા વગર હોÂસ્પટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યાં છે ત્યારે આ ઘટના ઘટતા સિવિલ હોÂસ્પટલના સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.