Western Times News

Gujarati News

મેમ્કો પાસે પરપ્રાંતીય શ્રમિકો ઉમટી પડ્યા

સંકલનના અભાવે સર્જાયેલી પરિસ્થિતિ – પોલીસ તંત્ર નારાજ – સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાતા લેવાયેલી ગંભીર નોંધ
(તસવીરો જયેશ મોદી, અમદાવાદ) , અમદાવાદ શહેરમાંથી પરપ્રાંતિય નાગરિકોની તેમના વતન મોકલવાની તજવીજ કરવામાં આવી છે. પરંતુ કેટલીક ઘટનાઓમાં સંકલનના અભાવે પરપ્રાંતિયો રઝળી પડતાં હોય છે. જેના પરિણામે રોષે ભરાયેલા પરપ્રાંતિયો કાયદા હાથમાં લેવા ઉપરાંત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા જાવા મળી રહ્યાં છે.

વતન જવા માટે તૈયાર કેટલાક શ્રમિકો આજે મેમ્કો પાસે ઉમટી પડ્યા હતા. અને આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી ન હતી જેના પરિણામે મોટી સંખ્યામાં ઉમટી પડેલા પરપ્રાંતિયોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાવા મળ્યો હતો. મેમ્કો પાસે ઉમટી પડેલા પરપ્રાંતિયો આસપાસના વિસ્તારમા રહેતા હતા પરંતુ પોલીસ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવે ઉમટી પડેલા પરપ્રાંતિયો માટે પાણી સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી. આ ઘટનાથી સરકાર પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં લોકડાઉનના કારણે ધંધા રોજગારો બંધ થઈ ગયા છે. જેના પરિણામે મોટી સંખ્યામાં શ્રમિકો બેકાર બની ગયા છે. કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં સ્થિતિ વધુને વધુ વકરવા લાગતા તમામ નાગરિકોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોના શ્રમિકોને વતન જવા માટેની છૂટ આપતા ખાસ ટ્રેનો અને બસોની સવલત ઉભી કરવામાં આવી છે. જેના પરિણામે પરપ્રાંતીય શ્રમિકો આ સવલતનો લાભ ઉઠાવી પોતાના વતન પહોંચી રહ્યાં છે.

ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જઈ રહ્યાં છે. પરંતુ આ કામગીરીમાં સંકલનના અભાવે ક્યારેક શ્રમિકો રઝળી પડતા હોય છે જેના પરિણામે વાતાવરણ ડહોળાવા સાથે કોરોના વકરે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. રાજ્યમાં સુરત સહિતના શહેરોમાં અટવાઈ ગયેલા શ્રમિકોએ પોલીસ ઉપર હુમલો કરવાની ઘટનાઓ ઘટી છે.

અમદાવાદ શહેરમાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો રોજીરોટી મેળવવા માટે રહે છે પરંતુ લોકડાઉનના પગલે હવે તેઓ પોતાના વતન તરફ વાટ પકડી છે. અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી ખાસ ટ્રેનોમાં આ શ્રમિકો પોતાના વતન જઈ રહ્યાં છે જ્યારે કેટલાક જીલ્લાઓમાં બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો ઉમટી પડ્યા હતા જેના પગલે સરકારી તંત્ર વધુ સજાગ બન્યું હતુ અને આ કામગીરી કરી રહેલી સરકારી એજન્સીઓમાં સંકલન જળવાઈ રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

સરકારી તંત્રની કામગીરી છતાં શહેરનાં મેમ્કો પાસે આજે વધુ એક ચોકાવનારી ઘટના ઘટી હતી. શહેરના કુબેરનગરન, નરોડા અને મેમ્કો વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે એક આગેવાનના કહેવાથી મેમ્કો પાસે ઉમટી પડ્યા હતા જા કે આ અગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી તેમજ આ પરપ્રાંતીય શ્રમિકો માટે પાણી સહિતની કોઈ જ સુવિધા ઉપલબ્ધ જાવા મળી ન હતી જેના પરિણામે આ શ્રમિકોમાં ભારે રોષ જાવા મળતો હતો. ઉમટી પડેલા શ્રમિકોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું ન હતું.

સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર આ ઘટનાથી ચોંકી ઉઠયા હતા અને સ્થાનિક આગેવાનોની આ કાર્યવાહીથી તેઓ નારાજ થયા હતા. બીજી બાજુ આ અગેની જાણ થતાં સરકારી તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને વ્યવસ્થા શરૂ કરાઈ હતી. જા કે આ તમામ પ્રક્રિયા મોડી થતાં ઉપÂસ્થત શ્રમિકોમાં કોરોનાનો ચેપ લાગવાની દહેશત સેવાઈ રહી છે. આમ સત્તાધીશો અને પોલીસ વચ્ચે સંકલન નહીં જળવાતા મેમ્કો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી પડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.