Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું: ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત ફરવા માટે વધુ ‘શ્રમિક વિશેષ ટ્રેનો’ દ્વારા વિના અવરોધે ઝડપથી મુસાફરીની સુવિધા પૂરી પાડવા રેલવેને સહકાર આપે

File

PIB Ahmedabad,કે સચિવની અધ્યક્ષતામાં 10 મે 2020ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠકનું આયોજન કરીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પરત ફરવા માટે ‘શ્રમિક વિશેષ ટ્રેનો’ અને બસો દ્વારા મુસાફરી માટે કરેલી મદદની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકના અનુસંધાનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને લેખિતમાં જણાવ્યું હતું કે, રસ્તા પર અને રેલવે ટ્રેક પર ચાલીને પોતાના વતન પરત ફરી રહેલા તમામ પરપ્રાંતીય શ્રમિકોને રોકવામાં આવે. તેમજ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, ‘શ્રમિક’ વિશેષ ટ્રેનો અને બસોમાં તેમને મુસાફરી કરવા માટે પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી છે.

આથી, તેમને ‘શ્રમિક’ વિશેષ ટ્રેન અથવા બસની સુવિધા પૂરી પાડીને તેમના વતન પરત ફરવાની વ્યવસ્થા કરી શકાય અને આ વ્યવસ્થા થાય ત્યાં સુધી પરપ્રાંતીયોને સમજાવીને તેમને નજીકની આશ્રય શિબિરોમાં રાખવા.

આ ઉપરાંત, વધુમાં એવું પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે, તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ વધુ સંખ્યામાં ‘શ્રમિક’ વિશેષ ટ્રેનો વિના અવરોધો દોડાવવા માટે રેલવેને સહકાર આપવો જોઇએ જેથી ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને મુસાફરીની સુવિધા પૂરી પાડી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.