લૉકડાઉન દરમિયાન દાળ અને તેલીબિયાની ખરીદી એકધારી ચાલી રહી છે
9 રાજ્યોમાંથી 2.74 લાખ MT ચણાની ખરીદી કરવામાં આવી છે. 5 રાજ્યોમાથી 3.40 લાખ MT રાઇની ખરીદી કરવામાં આવી છે. તેલંગાણામાંથી 1700 MT સૂર્યમુખીની ખરીદી કરવામાં આવી છે. 8 રાજ્યોમાંથી 1.71 લાખ MT તુવેરની દાળ ખરીદવામાં આવી છે. અંદાજે 34.87 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે
જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 25.29 લાખ હેક્ટર વિસ્તારમા વાવેતર થયું હતું. આ વર્ષે અંદાજે 10.35 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 5.92 લાખ હેક્ટર વિસ્તારમાં કઠોળનું વાવેતર થયું હતું. આ વર્ષે અંદાજે 9.57 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ ધાન્યનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 6.20 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ ધાન્યનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ વર્ષે અંદાજે 9.17 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 7.09 લાખ હેક્ટર વિસ્તારમાં તેલીબિયાનું વાવેતર થયું હતું. રવી માર્કેટિંગ મોસમ (RMS) 2020-21માં કુલ 241.36 લાખ મેટ્રિક ટન ઘઉં FCIમાં આવ્યા છે જેમાંથી 233.51 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી લેવામાં આવી છે.