શહેરમાં 100 સેમ્પલ દીઠ 25 પ્રોઝિટિવ કેસ
શહેરમાં દસ દિવસમાં ર૭૧૭ કેસ નોંધાયા : સેમ્પલ સામે પોઝિટિલ્વ કેસ રેશિયો રપ ટકા થયો
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરમાં છેલ્લ દસ દિવસથી દૈનિક રપ૦ કરતાં વધારે પોઝિટિવ કેસ જાહેર થઈ રહ્યાં છે. જેના પરિણામે, રેડઝોન વિસ્તારની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં જમાલપુર, દરિયાપુર, દાણલીમડા, અને બહેરામપુરા બાદ ઈસનપુર, મણીનગર અને અસારવા વોર્ડ “હાઈ રીસ્ક ઝોન” બની રહ્યાં છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એગ્રેસીવ સેમ્પલીંગના કારણે કેસ વધી રહ્યાં હોવાના દાવા થઈ રહ્યાં છે. જ્યારે નાગરિકો આ બાબત સાથે ૧૦૦ ટકા સંમત નથી. છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટિવ દર્દીના પરિવારજનોનામ પણ રીપોર્ટ કરવામાં આવતા નથી. તેમજ ઓછા સાધનોના કારણે લક્ષણવાળા દર્દીઓના જ ટેસ્ટ કરવાની જાહેરાત મ્યુનિ. કમિશ્નર વિજય નહેરાએ ક્વોરેન્ટાઈન થતા પહેલા કરી હતી. શહેરમાં કેસની સાથે સાથે મૃત્યુદરમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જ્યારે સેમ્પલ સામે પોઝિટિવ કેસની ટકાવારીમાં અસામાન્ય વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પાચ હજારને પાર કરી ગઈ છે. ૧૧મેની સવાર સુધીના આંકડા મુજબ શહેરમાં પ૭૦૮ કેસ નોંધાયા હતા જે પૈકી ૩૭૬ દર્દીઓના મૃત્યુ થયાં છે. તેથી શહેરમાં મૃત્યુની ટકાવારી ૬.પ૭ ટકા થઈ છે. શહેરમાં ચાલુ મહિનાના પ્રથમ દસ દિવસમાં જ ર૭૧૭ કેસ અને રર૯ દર્દીના મૃત્યુ થયા છે. આમ, કેસના લગભગ ૪૮ ટકા કેસ તેમજ કુલ મૃત્યુના ૬૧ ટકા છેલ્લા દિવસમાં જ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં કોરોનાનો સહુ પ્રથમ કેસ માર્ચ મહિનામાં નોંધાયો હતો. કેસ અને મરણની મહિના મુજબ માહિતી જાવામાં આવે તો માર્ચ મહિનામાં માત્ર ર૮ કેસ અને ત્રણ મરણ જ થયા હતા. રપ માર્ચથી લોકડાઉનનો અમલ થયો હતો ત્યાં સુધી શહેરમાં માત્ર ૧ર કેસ જ નોંધાયા હતા જ્યારે કોઈ જ મૃત્યું થયું ન હતું. લોકડાઉનના અમલ દરમિયાન ૪૬ દિવસમાં જ પ૬૯૬ કેસ અને ૩૭૬ દર્દીના મૃત્યુ જાહેર ગયા છે. આ આંકડાને અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક માનવામાં આવી રહ્યાં છે. લોકડાઉન દરમ્યાન કોરોના કેસ અને ખાસ કરીને મૃત્યુમાં થયેલ વધારો મ્યુનિ. કમિશ્નર દ્વારા વારંવાર બદલવામાં આવતા નિયમો અને નિર્ણયોના કારણે લોકડાઉનનો ચુસ્ત અમલ થયો નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે. મ્યુનિ. કમિશ્નર વારંવાર એગ્રેસિવ સેમ્પલીંગની દુહાઈ આપે છે.
અમદાવાદમાં અન્ય શહેરો કરતાં વધુ ટેસ્ટીંગ થયા છે તે બાબત નિર્વિવાદ છે પરંતુ દૈનિક સરેરાશ મુજબ ગણતરી કરવામાં આવે તો શહેરમાં દૈનિક ૬૮૦ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે. લોકડાઉનના પ્રથમ તબક્કામાં આઠ એપ્રિલે મધ્યઝોનને બફરઝોન જાહેર કરવામાં આવ્યા બાદ સરવે અને સેમ્પલની કામગીરી સધન બનાવવામાં આવી હોવાના દાવા થઈ રહ્યાં છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ જાવા મળે છે. આઠ એપ્રિલથી ૧૩ એપ્રિલ સુધી મનપા દ્વારા માત્ર ૪૪૭૩ સેમ્પલ જ લેવામાં આવ્યા હતા. જે પૈકી ર૩૯ પોઝિટિવ કેસ જાહેર થયા હતા. મ્યુનિ. કમિશ્નર વારંવાર કોરોનાના કેસ ઘરે ઘરે જઈને શોધાયા હોવાના દાવા કરે છે તે અહી ખોટા સાબિત થઈ રહ્યાં છે.
બફરઝોન જાહેર કર્યા બાદ છ દિવસમાં લેવામાં આવેલા સેમ્પલ પૈકી માત્ર પ.૩પ ટકા જ પોઝિટિવ કેસ જાહેર થયા છે. મ્યુનિ. કોર્પોરેશને આઠ એપ્રિલે ૮પર, ૯ એપ્રિલે ૮૧૬, ૧૦ એપ્રિલે ૮૭૩, ૧૧ એપ્રિલે ૭૧૩, ૧ર એપ્રિલે ૬૧પ અને ૧૩ એપ્રિલે ૬૧૪ સેમ્પલ લીધા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪પ૬ સેમ્પલ લેવામાં આચવ્યા હતા. જે પૈકી ર૮ પોઝિટિવ જાહેર થયા હતા. જેમાં સેમ્પલ સામે પોઝિટિવ દર્દીનો રેશિયો ૬.પ૪ ટકા હતો. એપ્રિલ મહિનામાં રપ૯૯૬ સેમ્પલ લીધા હતા. લોકડાઉનના બીજા તબક્કામાં દૈનિક એક હજાર કરતા વધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. એપ્રિલમાં ર૯૬૩ પોઝિટિવ કેસ કન્ફર્મ થયા હતા. મતલબ પોઝિટિવ કેસની ટકાવારી ૧૧.૩૯ થઈ હતી. જ્યારે મે મહિનાના દસ દિવ્સમાં ૧૦૯રર સેમ્પલ લેવામાં આવ્યા છે
જેની સામે ર૭૧૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. તેથી સેમ્પલ સામે કેસની ટકાવારી ર૪.૮૭ ટકા થાય છે. જે ખૂબ જ ઉંચો દર છે. મે મહિનામાં દર એકસો સેમ્પલે લગભગ રપ સેમ્પલના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. માર્ચ મહિનામાં આ રેશિયો માત્ર ૬.૧૪ ટકા અને એપ્રિલ મહિનામાં ૧૧.૩૯ ટકા હતો. જે છેલ્લા દસ દિવસમાં ડબલ થયો છે. કેસની સંખ્યા પણ દસ દિવસમાં બમણી થઈ છે. મ્યુનિ. કમિશ્નર