Western Times News

Gujarati News

શહેરમાં ડિસ્ચાર્જ રેશિયો 31 ટકા થયો : સમરસમાં માત્ર 395 દર્દી રહ્યા..

છેલ્લા 5 દિવસમાં ડિસ્ચાર્જ ટકાવારીમાં 10%નો નોંધપાત્ર સુધારો

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) શહેરમાં પૂર્ણ વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે એક સમયે હોસ્પિટલો અને સમરસ કોવીડ કેર સેન્ટર દર્દીઓથી ફૂલ થઈ ગયા હતા.

જ્યારે આજે તેનાથી તદ્દન વિપરીત ચિત્ર જોવા મળી રહ્યું છે. કોરોના પોઝિટિવ વધવાની સાથે સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેર છેલ્લા પાંચ દિવસ માં જ સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા અને ટકાવારી માં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે સમરસ હોસ્ટેલ માં હાલ 400 કરતા પણ ઓછા દરદી સારવાર લઈ રહયા છે.

શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ગંભીર ન હોય તેમજ કોરોના ના લક્ષણ ન હોય તેવા દર્દીઓને રાખવા માટે સમરસ હોસ્ટેલમાં કોવીડ કેર સેન્ટર તૈયારી કરવામાં આવ્યું છે.

સમરસકોવીડ કેર સેન્ટરમાં 8 એપ્રિલે 1038 દરદી સારવાર લઈ રહયા હતા. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સઘન પ્રયાસ બાદ 12 એપ્રિલે સમરસ માં માં માત્ર 395 એક્ટિવ દર્દીઓ છે. 7 એપ્રિલ સુધી સમરસમાંથી માત્ર 408 દર્દી ને જ રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 11 એપ્રિલ સુધી 954 દર્દી કોરોના ને હરાવીને તેમના પરિવાર સાથે ખુશી ની જિંદગી જીવી રહ્યા છે.

તેવી રીતે એસ.વી.પી. હોસ્પિટલમાં થી પણ અત્યાર સુધી કુલ 494 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
શહેર માં 12 એપ્રિલ સવાર સુધી કુલ 5972 કેસ નોંધાયા હતા જે પૈકી 1828 દર્દીઓ સાજા થઈ ગયા છે આમ, શહેરમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની ટકાવારી 30.60 ટકા થઈ છે.

8 એપ્રિલે 4912 પોઝિટિવ કેસ પૈકી 985 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે 20 ટકા થાય છે. આમ, માત્ર 5 દિવસ માં જ ડિસ્ચાર્જ ટકાવારી માં 10 ટકા નો નોંધપાત્ર વધારો થયો છે જયારે સંખ્યા ની દ્રષ્ટિએ માત્ર 5 દિવસ માં જ લગભગ ડબલ ડિસ્ચાર્જ થયા છે.

સિવિલ હોસ્પિટલમાંથી પણ 239 અને સોલા સિવિલ માંથી 53 દર્દીઓને રજા આપવામાં આવી છે.11 એપ્રિલે કુલ 212 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.