Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લો- કોરોના લોક ડાઉન- ૫૦ દિવસ કામગીરીનું સરવૈયુ- શું થયુ…? શુ કર્યું…?

• ૮ ચેકપૉસ્ટ પર ૧,૫૧,૧૫૫ લોકોનું સ્ક્રિનીંગ
• ૩૪,૧૫૩ ઘરોના ૧,૩૭,૧૫૧ લોકોનો સર્વે
• ૪,૬૦૧ વેન્ડર્સને હેલ્થ કાર્ડ – ૪,૭૩૯ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સનું સ્ક્રિનીંગ- ૭૦,૭૫,૦૩૫ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

“ કોરોના “ આ શબ્દએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યુ છે….આ રોગનું સંક્રમણ વધતું અટકાવવાના સૌથી અસરકારક ઉપાય તરીકે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું…લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અવર-જવર ન કરે તેવા આશયથી પ્રથમ લોકડાઉન તા.૨૫મી માર્ચથી અમલી બનાવાયું. પ્રથમ તબક્કો તા. ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી જાહેર કરાયો… વધતા કેસ સંદર્ભે બીજો તબક્કો ૧૫ એપ્રિલ થી ૩ મે’ દમ્યાન રહ્યો….અને તા. ૪ મે’થી ૧૭ મે’ સુધીનો ત્રીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ખુબ ચુસ્ત અમલ હોવા છતા રાજ્યના કુલ પૈકી મહત્તમ કેસો અમદાવાદ શ્હેરમાં નોધાયા છે. શહેરનું આ સંક્રમણ જિલ્લામાં એટલે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ન વધે તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને રાત-દિવસ ખડેપગે કામ કરીને “ કોરોના “ ને એક ચોક્કસ લેવલ સુધી અટકાવવામાં સફળતા મળી….
લોકડાઉનના આ વિવિધ તબક્કાઓના થઈ આજે ૫૦ દિવસ પુર્ણ થયા છે. આ ૫૦ દિવસ દરમ્યાન શું થયું…? અને શું કર્યુ…? એ જાણવું રસપ્રદ થઈ પડશે…

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, “ અમદાવાદ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં અંદાજે ૧ હજાર જેટલા અધિકારીઓ, કર્મચારીઓ કોરોના સેનાનીઓ તરીકે સતત કાર્યરત છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સત્વરે રક્ષાત્મક પગલા લેવા શરૂ કરી દેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે અને તે પૈકી ૫૩ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ૩૩ વ્યક્તિઓ સારવાર હેઠળ અને ૩૧ દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં જ્યારે ૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “ અમદાવાદ જિલ્લામાં સેનીટાઈઝેશન, ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા લોકોની અવર-જવર નિયંત્રણ કરવી, શહેરોમાંથી આવતા લોકોનું સ્ક્રિનીંગ, થર્મલ ચેક-અપ જેવા બહુઆયામી પગલા લીધા છે. જિલ્લામાં પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા કુલ ૮૯૭ વ્યક્તિઓ પૈકી ૪૨૬ ફેમિલી કોન્ટેક્ટમાં, ૪૦૦ કોમ્યુનિટી કોન્ટેક્ટ તથા ૭૧ વ્યક્તિઓ હેલ્થ કેર કોન્ટેક્ટનો સમાવેશ થાય છે.

૧૭૯ ગામોના ૧,૫૮,૫૯૨ ઘરોના ૭,૫૭,૪૮૩ લોકોને આવરી લઈ સેનિટાઈઝેશન કરાયું છે. શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા માર્ગો પરની ૮ ચેકપૉસ્ટ પર ૧,૫૧,૧૫૫ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને તે પૈકી ૨૭ શંકાસ્પદ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં રીફર કરાયા છે. ૬૨૪ જેટલી ટીમો સર્વેલન્સ માટે કાર્યરત કરી ૩૪,૧૫૩ ઘરોના ૧,૩૭,૧૫૧ લોકોનો સર્વે કર્યો છે. જિલ્લામાં મોબાઇલ ટેસ્ટીંગ વાનનો નવતર અભિગમ હાથ ધરાયો છે. આ વાન દ્વારા રોજ ૫૦ જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે…” એમ તેમણે ઉમેર્યું હતું.

જિલ્લામાં કુલ ૨,૪૩૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ હતી, તે પૈકી ૧૬૦૩ વ્યક્તિઓએ ૧૪ દિવસનો ક્વોરોન્ટાઈન પિરીયડ પુર્ણ કર્યો છે અને હાલ ૮૩૪ લોકો ક્વોરોન્ટાઈનમાં છે. ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા આજ સુધીમાં ૬૮,૮૬૩ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. ૪,૬૦૧ વેન્ડર્સનું સ્ક્રિનીંગ કરી ૪,૩૩૫ વેન્ડર્સને હેલ્થ કાર્ડ અપાયા છે. ૪,૭૩૯ ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સનું સ્ક્રિનીંગ કરાયું છે. જ્યારે ૭૦,૭૫,૦૩૫ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૩,૧૯૧ ઔધ્યોગિક યુનિટ કાર્યરત થયા છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૯૬૫ અને GIDCમાં ૧૨૮૬ મળી સમગ્રતયા ૫,૪૪૨ એકમો કાર્યરત થયા છે. આ એકમોમાં હાલ ૩૧,૧૪૭ કામદારો કાર્યરત છે.  જિલ્લામાં આંતરિક અને જિલ્લા બહાર જે લોકોને જવું અત્યંત જરૂરી હતું તેવા લોકોને ધ્યાનમાં રાખીને કુલ ૧,૨૧,૭૭૮ લોકોને પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ઔધ્યોગિક હેતુ માટે ૩૧,૮૮૯ પાસ, બાંધકામ હેતુ માટે ૫,૧૩૨ તથા અન્ય રાજ્યમાં જવા માટે ૩૯,૦૫૭ પાસનો સમાવેશ થાય છે.

ઔધ્યોગિક એકમોમાં કામદારોની રોજગારી ચાલુ થાય તેવા આશયથી કાર્યરત કરાયેલા એકમોમાં કામદારોને વેતન પેટે એપ્રિલ માસમાં રૂ. ૪૩૨.૨૭ કરોડ અને મે’ માસમાં અત્યાર સુધી રૂ. ૭૬.૪૪ કરોડ પગાર ચુકવાયો છે.  જિલ્લામાં અગાઉ શ્રમિકો માટે ૪૯ જેટલા આશ્રય સ્થાન ચાલુ કરાયા હતા, પરંતુ હાલ તમામ પર પ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૫૭ ટ્રેન દ્વારા ૭૨,૭૫૭ શ્રમિકોને તેમના વતન પરત કરાયા છે જ્યારે આજે (૧૩/૦૫/૨૦૨૦) વધુ ૧૧ ટ્રેન મારફતે ૨૧,૮૧૧ એમ કુલ મળી ૯૪,૫૪૮ શ્રમિકોને વતન પરત મોકલાવામાં આવ્યા છે.

સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે જિલ્લામાં નાગરિકોને તેમના હાથ ધોવા માટે ૨.૧૮ લાખ સાબુ અપાયા છે. જિલ્લામાં બ્લડ કલેક્શન કેમ્પ યોજીને અત્યાર સુધીમાં ૧,૬૭૮ લોકોના બ્લડ લેવામાં આવ્યા છે.  પી.એમ રીલીફ ફંડમાં રૂ ૪.૦૫ કરોડ તથા મુખ્ય મંત્રીરાહત ફંડમાં રૂ. ૪૧૪ કરોડ આપવામાં આવ્યા છે. જિલ્લામાં ૬ પાકો માટે એ.પી.એમ.સી કાર્યરત કરાઈ છે. જેમાં ૧૦,૨૨૪ ક્વિન્ટલ ઘંઉ, ૧,૨૮૯ ક્વિન્ટલ દિવેલા, ૩૮ ક્વિન્ટલ કપાસ, ૯૦ ક્વિન્ટલ ચણા, ૧૮૦૦ ક્વિન્ટલ ડાંગર તથા ૩૦ ક્વિન્ટલઅન્ય પાકોની આવક થઈ છે.

શ્રમિકને વતન મોકલવામાં આવ્યા તે પહેલા શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથીકુલ ૩૭,૮૯,૨૦૨ ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. જ્યારે ૩૬,૭૫૭ કીટનું વિતરણ કરાવામાં આવ્યું છે.
લોકડાઉનનો ચુસ્ત અમલ જિલ્લામાં કરાઈ રહ્યો છે. લોકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં ૪૬૭ લોકોની અટાકાયત કરાઈ છે, ૬૧૫ વાહનો ડીટેઈન કરાયા છે જ્યારે ૪૧૧ જેટલી એફ.આઈ.આર નોંધવામાં આવી છે. આમ કુલ ૧,૪૯૩ જેટલા ગુન્હા નોંધાયા છે.

જિલ્લામાં કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં ૧૨,૩૭૨ કોલ રીસીવ કરવામાં આવ્યા છે. જેમાં અન્નને લગતા ૨,૫૯૬, રાશનને લગતા ૪,૦૪૪, શાકભાજી અને ફળને લગતા ૪, ટ્રાન્સ્પોર્ટેશન માટે ૪,૩૭૧, દૂધ-કરિયાણા માટે ૨૦૬, દવાઓ માટે ૨૫, અન્ય તબીબી સહાય માટે ૬૨, વોટર સેનીટેશન તથા અન્ય નાગરિક જરૂરિયાત માટે ૫૧ અને ૯૬૫ ફરિયાદોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે ૧,૧૫,૯૧૪ કોલ આવ્યા છે.

જિલ્લામાં NFSA (APL-1 )PHASE-2માં હેઠળ કુલ પૈકી ૯૯,૪૮૯ લોકોને અનાજ અપાયું છે. જ્યારે NFSA હેઠળ જિલ્લામાં ૧,૫૭,૯૩૧ લોકોને આવરી લેવાયા છે. PMGKY યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૧,૭૮,૧૭૦ લાભાર્થિઓ પૈકી ૧,૬૨,૯૮૭ લાભાર્થિઓને અનાજ અપાયુ છે. એટલે કે ૯૧.૪૮ % સિધ્ધી હાંસલ કરાઈ છે. અન્ન બ્રહ્મ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૮,૧૩૬ પરિવારોના ૨૭,૮૪૩ લોકોને તથા ફેઝ-૧ માં ૧૦,૧૨૩ પરિવારોના ૪૧,૧૮૬ લોકોને લાભાંવિત કરાયા છે. NON NFSA હેઠળ ૧,૨૩,૩૯૪ લોકોને અનાજ વિતરણ કરાયું છે.

જિલ્લામાં ૨૦ વૃધ્ધ્હશ્રમોમાં ૭૦૩ વ્રુધ્ધજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જ્યારે ૮૭ જેટલા ભિક્ષુકોનુ ચેક-અપ કરાયું છે. આજ રીતે બાળ સંભાળ ગૃહોમાં ૧૫૮ બાળકોની મેડિકલ તપાસ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.