મહિનામાં માસ્કના વેચાણમાં 300 ટકાનો વધારો થયો
હાલ સ્નેપડિલ પર દર ત્રીજો યુઝર સલામતી અને રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક ઉત્પાદનોની ખરીદી કરે છે
માસ્ક અને સેનિટાઇઝર્સ ઉપરાંત અત્યારે ભારતીયો વિટામિન, ચ્યવનપ્રાશ જેવા પરંપરાગત રોગપ્રતિકારક્ષમતા સંવર્ધક ઉત્પાદનો, હર્બલ હેલ્થ સપ્લીમેન્ટ, સ્ટીમ વેપરાઇઝર વગેરેની ખરીદી પણ કરે છે
ભારતીયો કામ કરવા સજ્જ થયા હોવાથી મેટ્રોના ગ્રાહકો ફેસ શીલ્ડ, શૂ કવર અને ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ખરીદવા પણ વિચારી રહ્યાં છે
ગુરુગ્રામ, ભારતમાં ઓનલાઇન ગ્રાહકોની ખરીદીની યાદીમાં “નવી આવશ્યક ચીજવસ્તુઓ” ઉમેરાઈ ગઈ છે. સ્નેપડિલ પર દર ત્રીજો ગ્રાહક સલામતી અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા સાથે સંબંધિત ઉત્પાદનોની ખરીદી કરે છે. એમાં માસ્ક, સેનિટાઇઝર્સ, ચ્યવનપ્રાશ જેવા પરંપરાગત રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક ઉત્પાદનો, વિટામિન, હર્બલ હેલ્થ સપ્લીમેન્ટ વગેરે સામેલ છે.
નવી આવશ્યક ચીજવસ્તુઓની આ કેટેગરીમાં સૌથી વધુ માસ્કની ખરીદી થઈ છે, જે ઓર્ડર વોલ્યુમમાં આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લાં 30 દિવસમાં જાગૃતિ વધવાથી, સરળતાપૂર્વક ઉપલબ્ધ થવાથી અને કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહકોને માસ્કની ખરીદી કરવા માટે પ્રોત્સાહન મળવાથી માસ્કનું વેચાણ ત્રણ ગણું થયું છે.
નવા યુઝર અને હાલના ગ્રાહકોએ તેમની ખરીદી વધારી હોવાથી વોલ્યુમમાં વધારો થયો છે. ફર્સ્ટ-ટાઇમ બાયર્સ દ્વારા 25 માસ્કનું પેક સૌથી લોકપ્રિય ખરીદી છે. જે લોકો ઘરમાં સ્ટોક કરી રહ્યાં છે તેઓ 50થી 100 માસ્કની ખરીદીને પ્રાથમિકતા આપે છે, જે લાંબા ગાળા માટે માસ્ક ધારણ કરવાની જરૂરિયાત વ્યક્ત કરે છે.
યુઝર 3-પ્લાય માસ્કની વધારે પસંદગી કરે છે, જે વચ્ચે મેલ્ટ બ્લોન ફેબ્રિકનું લેયર ધરાવે છે. છેલ્લાં થોડાં અઠવાડિયામાં પુરવઠામાં વધારો થયો હોવાથી આ પ્રકારના માસ્કની કિંમત આશરે 25 ટકા ઘટીને માસ્કદીઠ રૂ. 16થી ઘટીને રૂ. 10થી રૂ. 12 થઈ ગઈ છે. જ્યારે ઘણા વિક્રેતાઓ સામાન્ય 3-પ્લાય માસ્કનું વેચાણ 25 ટકા ઘટાડા એટલે કે રૂ. 8 પર કરી રહ્યાં છે, ત્યારે 2 પ્લાય માસ્કની કિંમત પણ ઘટીને રૂ. 6થી રૂ. 7 થઈ ગઈ છે. રિયુઝેબલ માસ્કની માગમાં પણ વધારો થયો છે, જેની કિંમત માસ્કદીઠ રૂ. 100થી રૂ. 150 છે.
વોલ્યુમમાં આશરે 20 ટકા હિસ્સો ધરાવતી અન્ય મોટી કેટેગરી સેનિટાઇઝર્સની છે. છેલ્લાં 30 દિવસમાં ઉપલબ્ધતામાં વધારો થવાથી અને જાગૃતિ વધવાથી હેન્ડ સેનિટાઇઝર્સનાં વેચાણમાં 60 ટકા સુધીનો વધારો થયો છે. ગ્રાહકો 500 એમએલની બોટલો અને 50થી 60 એમએલની નાની બોટલ ધરાવતા મલ્ટિ-પેક વધુ પસંદ કરી રહ્યાં છે.
જ્યારે મોટા પેક ખરીદતાં ગ્રાહકો લિક્વિડ સેનિટાઇઝર પસંદ કરે છે, ત્યારે નાની બોટલો વધારે લોકપ્રિય છે, જેમાં ગ્રાહકો જેલ-આધારિત સેનિટાઇઝર્સને પસંદ કરે છે. સેનિટાઇઝર્સ માટેની કિંમત મુખ્યત્વે સ્થિર હોવા છતાં છેલ્લાં 2 અઠવાડિયામાં આશરે 5 ટકાનો ઘટાડો થયો છે.
નવી આવશ્યક સામગ્રીઓમાં ઇમ્યૂનિટી બૂસ્ટર્સ (રોગપ્રતિકારક ક્ષમતા સંવર્ધક) ત્રીજી સૌથી મોટી આઇટમ છે, જેના વોલ્યુમ અને મૂલ્ય એમ બંનેમાં ઝડપથી વધારો થયો છે. વપરાશકર્તાઓ સામાન્ય રીતે વિટામિન સી, ઈ, બી6 અને ઝિંક સપ્લીમેન્ટની ઇમ્યુનિટી બૂસ્ટર્સ તરીકે ખરીદી કરી રહ્યાં છે. પરંપરાગત ઉત્પાદનોમાં ચ્યવનપ્રાશ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, જેનું વેચાણ વધ્યું છે, કારણ કે વધારે યુઝર્સ એના ગુણો વિશે અન્ય લોકો પાસેથી જાણકારી મેળવે છે અને ઓર્ડર આપે છે.
હેલ્થ સપ્લીમેન્ટ માટેની ખરીદીમાં હળદર, તુલસી, લીમડો, માછલીનું તેલ, મોરિન્ગા અને આમળા પર આધારિત હર્લબ પ્રોડક્ટ પણ લોકપ્રિય છે. હર્બલ ચા, બ્રાહ્મી ટેબ્લેટ, કારેલા અને જાંબુનો રસ, લવિંગનો પાવડર અને અશ્વગંધા પણ લોકપ્રિય છે. સૂકા આદુ, કાળા મરી, તજ અને હળદર જેવાનો પરંપરાગત કઢા કે ઉકાળાનું વેચાણ પણ મરીમસાલાની કેટેગરીમાં વધારે છે. સ્નેપડિલ પર સૌથી વધુ વેચાણ થતા તબીબી ઉપકરણ વચ્ચે સ્ટીમ વેપરાઇઝર સામેલ છે.
“નવી આવશ્યક ચીજવસ્તુઓ”ની કેટેગરીમાં આ પ્રકારના ઉત્પાદનોનાં વેચાણનો હિસ્સો આશરે 7 ટકા છે. આ કેટેગરીમાં ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, શૂ કવર્સ અને ફેસ શીલ્ડ અન્ય ઉત્પાદનો છે. જ્યારે સરકારી પરિવહન સેવાઓ ફરી શરૂ થશે અને લોકો એમાં પ્રવાસ કરશે, ત્યારે ફેસ શીલ્ડ માટેની માગમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે.