Western Times News

Gujarati News

CoinDCX એ ભારતીય ક્રિપ્ટો ટ્રેડર ફંડને સુરક્ષિત કરવા BitGo સાથે પાર્ટનરશિપ કરી

BitGo ટ્રેડિંગ એક્સચેન્જો પર ક્રિપ્ટોકરન્સીઓને સુરક્ષિત સ્ટોરેજ પ્રદાન કરશે, જેમાં ધિરાણ સેવા DCXLend પર ડિપોઝિટ સામેલ છે

મુંબઈ, ભારત – 14 મે, 2020 – ભારતનાં સૌથી મોટાં અને સૌથી વધુ સલામત ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને લિક્વિડિટી એગ્રીગેટર CoinDCXએ એના કસ્ટોડિયન તરીકે ડિજિટલ એસેટ ફાઇનાન્સિયલ સર્વિસીસમાં લીડર BitGoની જાહેરાત કરી છે. CoinDCXની કસ્ટોડિયન તરીકે BitGo સુરક્ષિત સ્ટોર પ્રદાન કરશે અને CoinDCX પર જળવાઈ રહેલી ક્રિપ્ટો કરન્સીઓને કસ્ટોડિયનશિપ પ્રદાન કરશે. CoinDCX પર તમામ ક્રિપ્ટો ચલણ BitGoના 100 મિલિયન ડોલરની વીમાપોલિસી દ્વારા સંપૂર્ણપણે વીમાકૃત અને સંરક્ષિત હશે. CoinDCXએ ગયા અઠવાડિયે એની એસેટ્સને BitGoના વોલેટમાં ટ્રાન્સફર કરવાની શરૂઆત કરી હતી.

CoinDCXના સીઇઓ અને સહ-સ્થાપક સુમિત ગુપ્તાએ કસ્ટોડિયલ સર્વિસના ઇન્ટિગ્રેશન પર કહ્યું હતું કે, “#TryCrypto પહેલનો ઉદ્દેશ વ્યાપક સ્તરે ક્રિપ્ટોની સ્વીકાર્યતા વધારવાનો છે, જેમાં યુઝર્સને તેમનું ફંડ સલામત હાથોમાં છે એવી સુનિશ્ચિતતા સામેલ છે. CoinDCX હંમેશા માને છે કે, ક્રિપ્ટો સ્વીકાર્યતા સલામત, સુરક્ષિત હોવી જોઈએ અને દરેક માટે સરળ હોવી જોઈએ. CoinDCXએ વિશ્વસનિય અને સુરક્ષિત બ્રાન્ડ તરીકે એની પોઝિશન વધારે મજબૂત બનાવવાની દિશામાં વધુ એક હરણફાળ ભરી છે. BitGoની કસ્ટોડિયલ સર્વિસ સાથે અમે ભારતમાં ક્રિપ્ટોકરન્સીના વપરાશને સલામત અને સુરક્ષિત બનાવવા ઇચ્છીએ છીએ.”

BitGo ડિજિટલ એસેટ્સ માટે સૌથી મોટી અને સૌથી વધુ સ્થાપિત કસ્ટોડિયન પૈકીની એક છે તથા ડિજિટલ એસેટ્સ અને ક્રિપ્ટોકરન્સીઓ માટે બનેલી એકમાત્ર ક્વોલિફાઇડ કસ્ટોડિયન છે. BitGo કસ્ટડી સાથે CoinDCX એક્સચેન્જ પર ક્રિપ્ટોકરન્સીઓ તમામ માધ્યમો પર સુરક્ષિત રહેશે તથા તમામ એકાઉન્ટ માટે ટૂ-ફેક્ટર ઓથોન્ટિફિકેશન સાથે હોટ અને કોલ્ડ વોલેટમાં અલગ કરશે. CoinDCX એક્સચેન્જ પર ટ્રેડિંગ થતા ફંડના એક હિસ્સાને BitGoના 100 મિલિયન અમેરિકન ડોલરની વીમા પોલિસીનું કવચ મળશે, જેમાં CoinDCXની ધિરાણ સેવા DCXLend પર યુઝરની ક્રિપ્ટોકરન્સીઓ સામેલ છે.

BitGoના ગ્રાહકવર્ગમાં વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને સંસ્થાગત રોકાણકારો સામેલ છે, જે 50થી વધારે દેશોમાં ફેલાયેલા છે. BitGo 250 કોઇન અને ટોકનથી વધારેને સપોર્ટ કરે છે તથા આંતરરાષ્ટ્રીય ઓન-ચેઇન બિટકોઇન વ્યવહારોના 20 ટકાથી વધારેનું પ્રોસેસિંગ કરે છે. BitGoના સૌથી મહત્ત્વપૂર્ણ ઇનોવેશન પૈકીનું એક ઇનોવેશન વર્ષ 2013માં મલ્ટિ-સિગ્નેચર સીક્યોરિટીને પરફેક્ટ બનાવવાનું અને એમાં પથપ્રદર્શક બનવાનું હતું. વર્ષ 2013માં બહુ ઓછા એક્સચેન્જ હતા અને દુનિયામાં મોટા ભાગનાં લોકોએ બિટકોઇન વિશે સાંભળ્યું પણ નહોતું.

BitGoના ચીફ રેવેન્યૂ ઓફિસર પીટ નાજારિયને કહ્યું હતું કે, “ભારતીય એક્સચેન્જો પર ટ્રેડિંગ વોલ્યુમમાં તાજેતરમાં વધારો થયો છે એટલે ક્રિપ્ટો બજારમાં ફંડ સીક્યોરિટી સ્વરૂપે વ્યાવસાયિકરણની તાતી જરૂર છે. CoinDCXના કસ્ટોડિયન તરીકે BitGo એના યુઝર્સને ક્રિપ્ટોકરન્સીઓમાં રોકાણ સમયે સંવર્ધિત મૂલ્ય અને ખાતરી પ્રદાન કરશે.”

BitGoની કસ્ટોડિયન સેવાઓના ભાગરૂપે CoinDCX એક્સચેન્જ પર કોલ્ડ એસેટ્સ અને ફંડ્સને લંડનના લોઇડ અને યુરોપિયનમાર્કેટપ્લેસમાં વીમાકંપનીઓની સીન્ડિકેટ દ્વારા પ્રદાન કરવામાં આવેલા BitGoના 100 મિલિયન ડોલરના યુએસડી પોલિસી કવરેજ દ્વારા વીમાકવચ મળશે.

CoinDCXની બીજી વર્ષગાઠની ઉજવણી પછી પછી કસ્ટોડિયન તરીકે BitGoને નિમવાની જાહેરાત થઈ હતી. આ અગાઉ CoinDCXએ બીજી વર્ષગાંઠ પર વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટ્રેડિંગ વોલ્યુમમાં 47 ટકાની વૃદ્ધિની જાહેરાત કરી હતી, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ ઉદ્યોગ પર મૂકેલા પ્રતિબંધને ઉઠાવી લીધા પછી એક્સચેન્જમાં યુઝર સાઇનઅપમાં 10 ગણી વૃદ્ધિ અને ડેઇલી એક્ટિવ યુઝર્સમાં 150 ટકાની વૃદ્ધિ સૂચવે છે. CoinDCXએ લાંબા ગાળાનું અભિયાન #TryCrypto પણ શરૂ કર્યું હતું, જેમાં ક્રિપ્ટોને વ્યાપક સ્તરે સ્વીકૃત બનાવવા અને ભારતમાં ક્રિપ્ટો યુઝરની કુલ સંખ્યા 50 મિલિયન કરવા 1.3 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.