Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે આશરો લઇ રહેલા ઉત્તર પ્રદેશના ૧૦૩૯ લોકોને વતન મોકલાયા.

સાકરિયા,  સમગ્ર દેશ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન જાહેર થતા જ પરપ્રાંતિયો જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા રાજ્યસરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને શનિવારે પોતાના વતન એસ.ટી બસ મારફત રવાના કર્યા હતા.

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતુ કે લોકડાઉન જાહેર થયેથી છેલ્લા પચાસ દિવસથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ એમ વિવિધ રાજ્યના લોકો અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને વતન જવાની છૂટ આપવમાં આવતા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા, એવા જ ઉત્તરપ્રદેશ રાજયના ૧૦૩૯ લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા મારફતે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરાઇ છે.

અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ જેમાં ઉતરપ્રદેશના ૧૦૩૯ આશ્રિતોને આરોગ્ય ચકાસણી, ફ્રૂડ પેકેટ તથા પાણી સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમને બસ દ્વારા ગુજરાતની સરહદ સુધી પંહોચાડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં મોડાસા ગ્રામ્યના ૩૮૦ લોકોને ૧૩ એસ.ટી બસ, મોડાસા નગરપાલિકા વિસ્તારના ૧૭૦ લોકોને ૦૬ બસ, બાયડ તાલકા મથકથી ૮૭ લોકોને ૦૩ બસ, ધનસુરા તાલુકા મથકથી ૭૦ માણસોને ૦૨ બસ, માલપુર તાલુકા મથકથી ૧૦૫ માણસોને ૦૩ બસ મેઘરજથી ૧૮૮ માણસોને ૦૬ બસ જયારે ભિલોડા તાલુકા મથકથી ૩૯ માણસોને ૦૧ બસ મળી કુલ ૧૦૩૯ માણસોને ૩૪ બસોમાં બેસાડી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન સુધી મુકી આપવામાં આવ્યા હતા જયાંથી ટ્રેન મારફતે પોતાના વતનમાં પરત ફરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.