Western Times News

Gujarati News

શહેરના ત્રણ વોર્ડમાં કોરોનાથી એક પણ મૃત્યુ નહિ

કુબેરનગર અને વેજલપુરમાં ૧૦૦ કરતા વધુ કેસ : ઝીરો મૃત્યુ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના કેસ અને મરણનો આંક સતત વધી રહ્યો છે. ૧પમી મે સવારના રીપોર્ટ મુજબ શહેરમાં કોરોનાના ૬૭૮૬ કેસ અને ૪પ૯ મૃત્યુ નોંધાયા છે. શહેરમાં મૃત્યુ આંક ૬.૭પ ટકા થયો છે જે ગત માસ કરતા વધારે છે. શહેરમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ જમાલપુર વોર્ડમાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કેસ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં અને સાઉથી ઓછા શૂન્ય મૃત્યુ ત્રણ વોર્ડમાં નોંધાયા છે. નોંધનીય બાબત એ છે કે કુબેરનગર અને વેજલપુર વોર્ડમાં ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા હોવા છતાં એક પણ મૃત્યુ થયું નથી તેવી વ રીતે ઘાટલોડિયા વોર્ડમાં પણ કોરોનાથી કોઈ દર્દીનું મરણ થયું નથી. જ્યારે માત્ર ૧૧ વોર્ડમાં જ દસ કે તેથી વધુ કોરોના દર્દીનું મૃત્યુ થયા છે. ૪૮ વોર્ડમાંથી ૩પ વોર્ડમાં દસ કરતાં પણ ઓછા મૃત્યુ થયા છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી કેસ અને મરણની સંખ્યામા ચિંતાજનક હદે વધારો થયો છે. જમાલપુર વોર્ડમાં મરણ આંક ૧૦૦ને પાર કરી ગયો છે. તથા ૧૧૭ દર્દીના મૃત્યુ થયા છે. જમાલપુરમાં મૃત્યુ દર ૧૩.૩૭ ટકા છે. જ્યારે મધ્ય ઝોનના દરિયાપુરમાં મૃત્યુદર સૌથી વધારે છે. દરિયાપુરમાં ર૧ર કેસ અને ૩૪ મૃત્યુ થયા છે. દરિયાપુરમાં મૃત્યુ દર ૧૬.૦૩ ટકા જેટલો ઉંચો છે. શહેરના આઠ વોર્ડ એવા છે કે જ્યો ૧૦૦ કરતા વધારે કેસ નોંધાયા હોવા છતાં કોરોના દર્દીના મૃત્યુ દસ કરતાં પણ ઓછા થયા છે. જેમાં શાહીબાગ વોર્ડમા ૧૦૬ કેસ સામે ૭ મૃત્યુ, નવરંગપુરા વોર્ડમાં ૧૩૯ કેસ સામે પ મરણ, વેજલપુર અને કુબેરનગરમાં શૂન્ય મરણ, બાપુનગરમાં ર૦૩ કેસ સામે ૭ મરણ, નરોડામાં ૧૦૭ કેસ સામે ૧ મરણ, અમરાઈવાડીમાં ૧ર૮ કેસ સામે ૪ મરણ તથા વટવા વોર્ડમાં ૧રર કેસ સામે ૩ મરણ થયા છે.

શહેરના અગિયાર વોર્ડમા પ૦ કરતા ઓછા કેસ નોંધાયા છે પરંતુ મૃત્યુ દર વધારે છે. ઈÂન્ડયા કોલોની વોર્ડમાં ૪૪ કેસ સામે સાત મરણ થયા છે. ઈન્ડિયા કોલોનીમાં મૃત્યુદર ૧પ.૯૦ ટકા થાયછે. જ્યારે સરખેજ વોર્ડમાં ૩૬ કેસ અને પાંચ મરણ થયા છે. સરખેજમાં મૃત્યુદર ૧૩.૮૮ ટકા થાય છે. ગોમતીપુર વોર્ડમાં મૃત્યુ દર અને કેસની સંખ્યા વધારે છે. આ વોર્ડમા ર૧૪ કુસ અને ર૬ મૃત્યુ થયા છે. ગોમતીપુરમાં મૃત્યુ દર ૧ર.૧૪ ટકા છે.

નાંધનીય બાબત એ છે કે ૧૯ વોર્ડમાં ૧૦૦ કરતા વધારે કેસ નોધાયા છે. જેમાં બે વોર્ડમાં પ૦૦ કરતા વધારે, ત્રણ વોર્ડમાં ૩૦૦ કરતા વધારુ તથા પાંચ વોર્ડમાં ર૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે તેમ છતાંં જમાલપુર સિવાય કોઈપણ વોર્ડમાં પ૦ કરતા વધારે મૃત્યુ નોંધાયા નથી. જમાલપુરમાં ૧૧૭ મૃત્યુ થયા છે. ત્યારબાદ ખાડીયામાં ૩૭, દરિયાપુરમાં ૩૪, ગોમતીપુરમાં ર૬, દાણીલીમડામાં ૩ર તથા બહેરામપુરામાં રર મરણ થયા છે. બહેરામપુરામાં પ૦૧ કેસ ગયા ીછે. પરંતુ મૃત્યુની સંખ્યા ઓછી છે તે શુભ સંકેત છે. કોટ વિસ્તારમાં રરર મૃત્યુ થયા છે જે શહેરના ૪૮ ટકા મૃત્યુ માત્ર મધ્યઝોનમાં નોંધાયા છે. જ્યારે દક્ષિણ ઝોનમાં ૯૬, પશ્ચિમ ઝોનમાં પ૩, ઉત્તર ઝોનમાં ૪ર, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૪ર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭ તથા પશ્ચિમ ઝોનમાં ર૯ મૃત્યુ થયા છે. આમ, મ્યુનિ. કોર્પોરેશનના સાત પૈકી પાચ વોર્ડમાં પ૦ કરતા પણ ઓછા મરણ નોંધાયા છે જે પૈકી ઉત્તર પશ્ચિમ ઝોનમાં દસ કરતા પણ ઓછા મૃત્યુ થયા છે.

જ્યારે પૂર્વઝોનમાં ૮ર, નિકોલમાં ૬૮, વસ્ત્રાલમાં ૬૦ તથા ભાઈપુરામાં પ૧ કેસ નોધાયા છે. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં ૭૭ કેસ નોધાયા છે. બોડકદેવ વોર્ડમા પ૩ તથા ગોતામાં ૬૦ કેસ કન્ફર્મ થયા છે. શહેરનામ ૪૮ વોર્ડ પૈકી ૧૧ વોર્ડમાં પ૦ કરતા પણ ઓછા કેસ નોંધાયા છે. જેમાંંથી ઉત્તર પશ્ચિમ ઝોનના ૩ વોર્ડ થલતેજ, ચાંદલોડીયા, અને ઘાટલોડીયાનો સમાવેશ થાય છે. જ્યારે પશ્ચિમ ઝોનના સરદાર પટેલ સ્ટેડિયમમાં માત્ર ૩૩ કેસ નોંધાયા છે. દ.પ. ઝોનના સરખેજ વોર્ડમાં ૩૬, ઉત્તર ઝોનના  ઈન્ડિયા કોલોનીમા ૪૪ અને સાદરારનગરમાં ૩પ, પૂર્વઝોનના વિરાટનગરમાં ૩૬ તથા દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વોર્ડમાં ૩પ કેસ નોંધાયા છે. આમ, સૌથી ઓછા કેસ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં અને સૌથી ઓછા મરણ ચાંદલોડીયા, વેજલપુર અને કુબેરનગરમાં નોંધાયા છે.યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.