Western Times News

Gujarati News

આંતરજિલ્લા મુસાફરી માટે કોઇપણ પ્રકારના પાસ મેળવવાની જરૂર રહેશે નહી

આજથી અમલી બનેલા લોકડાઉન ૪ વિશે શ્રી નિતીનભાઇ પટેલે કહ્યુ કે, સરકાર દ્વારા નાગરિકોના રોજગાર અને આરોગ્યની તકેાદારી રાખી દિશાનિર્દેશો તૈયાર કર્યા છે. લોકડાઉન ૪ના કારણે આર્થિક જીવન પુનઃ ધબકતુ થશે. આ સમયગાળા દરમિયાન ઘંઘા રોજગાર સાથે સરકારી દિશાનિર્દેશોનું પણ લોકો દ્વારા પાલન કરવામાં આવે તેવું મંત્રીશ્રીએ આહવાન કર્યુ હતુ.

મંત્રીશ્રીએ લોકડાઉન ૪ વિષે ઉમેર્યુ કે રાજ્યના નાગરિકોને હવેથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં આંતરજિલ્લા મુસાફરી માટે કોઇપણ પ્રકારના પાસ મેળવવાની કે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહીં. રાજ્યના નોન કન્ટેમેન્ટ ઝોન વિસ્તારમાં નાગરિકો સરળતાથી અવર-જવર કરી શકશે.  આ મુલાકાત વેળાએ મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી પંકજ કુમાર, આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.