Western Times News

Gujarati News

મીઠાઈ-ફરસાણની દુકાનોના વાસી ખોરાકનો નાશ કરવો જરૂરી

બે મહિનાથી બંધ દુકાનો: વાસી જથ્થાનો નાશ ન થાય તો અન્ય રોગચાળાની દહેશત

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: દેશમાં લોકડાઉન ચારનો અમલ શરૂ થઈ ગયો છે. લોકડાઉન દરમ્યાન કેટલી છુટછાટ આપવી તેનો નિર્ણય રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. સોમવાર બપોર સુધી રાજ્ય સરકારની હાઈપાવર મીટીંગ ચાલી રહી હોવાથી દુકાનો ખોલવા માટે હજી ‘જા’ અને ‘તો’ની Âસ્થતિ જાવા મળેછે. કન્ટેઈન્મેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોદમાં સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી શકે છે. તે મતલબની ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મંગળવારથી તમામ પ્રકારનછી દુકાનોની સાથે મીઠાઈ-ફરસાણની દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવશે તો અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે સાથે ઝાડા-ઉલટી તેમજ અન્ય પ્રકારના રોગચાળાને નિમંત્રણ આપવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્ય અને શહેરમાં રપ માર્ચથી પ્રથમ લોકડાઉનનો તબક્કો શરૂ થયો હતો. તે પહેલાં રર માર્ચે જનતા કરફ્યુ અને ર૩-ર૪ માર્ચેે રાજય સરકારના આદેશથી બંધનું પાલન કરવામાં આવ્યું હતું. આમ, શહેરમાં લગભગ બે મહિનાથી તમાચમ દુકાનો બંધ છે. માત્ર આવશ્યક ચીજ-વસ્તુઓની જ દુકાનો ચાલુ રાખવામાં આવી છેઉ આ સંજાગોમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો શરૂ કરવામાં આવશે તો તે રોગચાળાને નિમંત્રણ આપવા બરાબર હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યા મુજબ લગભગ બે મહિનાથી મીઠાઈ અને ફરસાણની દુકાનો બંધ છે. તેથી તેમાં જે સ્ટોક હશે તે ખાવા લાયક હશે નહીં તે બાબત નિર્વિવાદ છે. માવાની મીઠાઈઓ વધુમાં વધુ આઠ દિવસમાં ખરાબ થઈ જાય છે. જ્યારે ે મહિનાના સમયગાળા દરમ્યાન ફરસાણ પણ બગડી જાય છે. તેથી દુકાનો ખોલતા પહેલાં ફરસાણ અને મીઠાઈના જુના જથ્થાનો નાશ કરવો જરૂરી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં પાંચ હજાર કરતા વધારે મીઠાઈ અને ફરસાણની દુકાનો છે. જેની સામે મ્યુનિ. હેલ્થ ફ્લાઈંગ સ્કવોર્ડમાં માત્ર ૧૮ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ છે. તેથી રોજ એક ઝોનમાં કામ કરવામાં આવે તો સમગ્ર શહેરની દુકાનના જુના જથ્થાનો નાશ કરવા માટે સાત દિવસ જરૂરી છે. વધુમાં આ પ્રકારની કાર્યવાહી કરવા માટે કલેક્ટર કચેરીના પત્રની પણ જરૂરિયાત રહે છે.

રાજ્યના કેટલાક જીલ્લાઓમાં કલેક્ટરના આદેશથી મીઠાઈ-ફરસાણના વાસી જથ્થાનો નાશ કર્યો છે. પરંતુ અમદાવાદ માટે હજી કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો નથી. તેવી જ રીતે લોકડાઉનના અમલ દરમ્યાન દુકાનો બંધ રાખવા માટે રાજ્ય પોલીસ વડાનો આદેશ છે. તેથી તેમની સંમતિ વિના પણ મનપાના અધિકારીઓ મીઠાઈ કે ફરસાણ ની દુકાનો ખોલાવી શકે તેમ નથી.

આમ, લોકડાઉન ચાર દરમિયાન સરકાર દ્વારા તમામ દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવે તો તે આવકાર્ય છે. પરંતુ તે હેલાં વાસી અને બગડી ગયેલા મીઠાઈ અને ફરસાણનો નાશ કરવામાં આવે તે જરૂરી છે. અન્યથા ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વધવાની દહેશત નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.