Western Times News

Gujarati News

કપડવંજ બસ સેવા ચાલુ કરવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે બસ સ્ટેન્ડ અને વર્કશોપ સેનેટાઈઝ કરવામાં આવ્યું 

રાજ્ય સરકારની સુચના મુજબ બસો  શરૂ કરવા માટેનું આયોજન કરાઇ રહ્યું છે કપડવંજ એસટી ડેપોમાં આજે બસ સેવા શરૂ થઇ ન હતી આજે બસ સ્ટેન્ડ અને વર્કશોપ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું આ અંગે કપડવંજના ડેપોના ડેપો મેનેજર એમ ટી માવી એ જણાવ્યું હતું કે તારીખ 20 ને બુધવારથી એસટી સેવા જિલ્લામાં જિલ્લામાં શરૂ થશે.

એસટી બસો શરૂ કરતા પહેલા ઉપલી કચેરીથી આવેલી સૂચનાઓ મુજબ ડેપોના તમામ વાહનો સફાઈ કરી સેલ્ફ સ્ટાર્ટ કરવાના રહેશે ઈટીબીએમ મશીન ચાર્જ કરીને તૈયાર રાખવું પડશે બસ સ્ટેન્ડની અંદર બહાર જવા આવવા માટે એક ઞેટ નો ઉપયોગ કરવાનો રહેશે એન્ટ્રી પોઇન્ટ પર થી બસ સ્ટેન્ડ માં દાખલ હતા તમામ વ્યક્તિઓનું થમૅલ ગન થી સ્કેનિંગ કરવાનું રહેશે બસ સ્ટેન્ડની અંદર વિવિધ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ પડશે.

અને ડેપો પરથી ફરજિયાત 51 સિટ ની બસનો ઉપયોગ કરવાનો રહેશે બસમાં 30 પેસેન્જરો થી વધારે એક પણ પેસેન્જર બેસાડાસે નહિ બસ સ્ટેન્ડ અને બસમાં દાખલ થવા માટે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે બસ ની ટિપ પૂર્ણ થયા બાદ બસને ફરજિયાત સેનેટરાઈઝ કરવાની રહેશે ડેપો પર દરેક કર્મચારીને ફરજ શરૂ થતાં પહેલા ફરજીયાત થર્મલ સ્કેનીગ કરવાનું રહેશે કપડવંજ ડેપો માંથી નડિયાદ અને ડાકોર તરફ ના રૂટો ચાલુ થશે કપડવંજ ડેપો માંથી સવારના ૭ થી સાંજના ૬ સુઘી માં નડિયાદ તરફના ૧૨ રુટો અને ડાકોર તરફના ૧૨ રૂટો દોડશે. (અહેવાલ તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.